Not Set/ પિતા સાથે કામ કરવાથી ડરે છે આલિયા ભટ્ટ, જાણો શું છે કારણ

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બોય’ બોક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મમાં આલિયાના અભિનયને ફેન્સ ખુબ જ પસંદ કર્યું છે. ‘ગલી બોય’ પછી આલિયા ભટ્ટ ‘કલંક’, ‘બ્રમ્હાસ્ત્ર’ અને તેના પિતા મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે. આલિયા સડક 2 માં પહેલીવાર તેના પિતાના નિર્દેશનમાં કામ […]

Uncategorized
ww0 7 પિતા સાથે કામ કરવાથી ડરે છે આલિયા ભટ્ટ, જાણો શું છે કારણ

મુંબઇ,

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બોય’ બોક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મમાં આલિયાના અભિનયને ફેન્સ ખુબ જ પસંદ કર્યું છે. ‘ગલી બોય’ પછી આલિયા ભટ્ટ ‘કલંક’, ‘બ્રમ્હાસ્ત્ર’ અને તેના પિતા મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે.

આલિયા સડક 2 માં પહેલીવાર તેના પિતાના નિર્દેશનમાં કામ કરવા જઈ રહી છે. સમાચાર મળી રહ્યા છે કે આલિયા તેના પિતાના નિર્દેશનમાં કામ કરવાથી ડરી રહી છે. આલિયા પોતે જણાવ્યું કે હમણાં હું મારા પિતાના નિર્દેશનમાં કામ કરવાથી ડરી રહી છું. અત્યારે તે સતત મારું કામ જોઈ રહ્યા છે અને કહે છે કે મારે તારાથી પણ નિપટવાનું છે. તેઓ પાસે એક્સ-રે વિઝન જેવી નજર છે.

આલિયાએ કહ્યું કે મેં મારી આસપાસ એક દીવાલ ઊભી કરી રાખી છે. હું કોઈને પણ તેને ક્રોસ કરવા દેતી નથી. મારા પિતા તે દિવાલને નષ્ઠ કરવાની રાહ જોઈ રહ્યા છે. તેથી મને થોડો ડર લાગે છે, પણ ફિલ્મનું શૂટિંગમાં મજા પણ ઘણી આવશે. આ જ વર્ષે અમે ‘સડક 2’ નું શૂટિંગ શરૂ કરીશું.

ફિલ્મ સડક 2 માં આલિયા ભટ્ટ પ્રથમ વાર તેની બહેન પૂજા ભટ્ટ સાથે પણ સ્ક્રીન શેરકરતી જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત અને આદિત્ય રાય કપૂર પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.