Not Set/ જાણો, શાહરૂખ સાથે ફરી ફિલ્મ કરવા પર શું બોલી આલિયા ભટ્ટ

મુંબઇ, આ સમયે બોલિવૂડની સૌથી ટેલેન્ટડએક્ટ્રેસમાની એક માનવામાં આવતી આલિયા ભટ્ટે વર્ષ  2012 માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તેને એકથી એક સારા કિરદારોથી પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સારી એક્ટર તરીકે સાબિત કરી છે. આજે, આલિયાને બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંના એક ગણવામાં આવે છે. તાજેતરમાં આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા પ્રશંસકો […]

Uncategorized
225 જાણો, શાહરૂખ સાથે ફરી ફિલ્મ કરવા પર શું બોલી આલિયા ભટ્ટ

મુંબઇ,

આ સમયે બોલિવૂડની સૌથી ટેલેન્ટડએક્ટ્રેસમાની એક માનવામાં આવતી આલિયા ભટ્ટે વર્ષ  2012 માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તેને એકથી એક સારા કિરદારોથી પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સારી એક્ટર તરીકે સાબિત કરી છે. આજે, આલિયાને બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંના એક ગણવામાં આવે છે.

Related image

તાજેતરમાં આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા પ્રશંસકો સાથે વાત કરી હતી. આ મોકા પર  એક ચાહકએ આલિયાને પૂછ્યું કે તે શાહરુખ ખાન સાથે ફરીથી સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. આ સવાલ પર આલિયાએ કહ્યું કે “મને આશા છે કે મને શાહરૂખ ખાન સાથે ફિલ્મ કરવાની તક મળશે. તેમે પોતે જ શાહરૂખને આવુ કહો ને.

Image result for alia bhatt shahrukh khan

આપને જાણવી દઈએ કે અગાઉ આલિયા ભટ્ટે ગૌરી શિંદેની ફિલ્મ ‘ડિયર જીંદગી’ માં શાહરૂખ સાથે કામ કર્યું હતું. આ મૂવીમાં બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આલિયાની ભૂમિકાને દર્શકોએ ખુબ જ પ્રશંસા કરી હતી. હાલ આલિયા ફિલ્મ ‘ગલી બોય’ નું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. આ ઉપરાંત, તે ‘કલંક’ અને ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ દેખાશે. હવે જોવાનું એ છે કે શાહરૂખ અને આલિયાને સાથે જોવાની ચાહકોની ઈચ્છા ક્યારે પૂર્ણ થાય છે.

Image result for alia bhatt shahrukh khan dear zindagi