Not Set/ કરુણાનિધિએ આપ્યો હતો અમિતાભ બચ્ચનને નેશનલ એવોર્ડ, ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ

ચેન્નઈ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિનું મંગળવારે સાંજે 94 વર્ષની વયે અવસાન થયું હતું. કરુણાનિધિના નિધન સાથે  તમિળનાડુ સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યમાં એક દિવસની રજા અને સાત દિવસનો શોકની જાહેરાત કરવામાં આવ્યો છે. એમ કરુણાનિધિના અંતિમ દર્શન માટે  કમલ હાસન, રજનીકાંત સહીત ઘણા દિગ્ગજો પણ આવ્યા હતા. […]

Trending Entertainment
II કરુણાનિધિએ આપ્યો હતો અમિતાભ બચ્ચનને નેશનલ એવોર્ડ, ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ

ચેન્નઈ

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિનું મંગળવારે સાંજે 94 વર્ષની વયે અવસાન થયું હતું. કરુણાનિધિના નિધન સાથે  તમિળનાડુ સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યમાં એક દિવસની રજા અને સાત દિવસનો શોકની જાહેરાત કરવામાં આવ્યો છે.

એમ કરુણાનિધિના અંતિમ દર્શન માટે  કમલ હાસન, રજનીકાંત સહીત ઘણા દિગ્ગજો પણ આવ્યા હતા. અમિતાભ બચ્ચન પણ એમ. કરુણાનિધિની યાદમાં ટ્વિટ કર્યું છે.

અમિતાભ બચ્ચન ટ્વિટ કરીને લખ્યું કે ‘મારા પ્રથમ નેશનલ એવોર્ડ એમ. કરુણાનિધિને હાથે ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ માટે આપવામાં આવ્યો હતો. આ સેરેમની ચેન્નાઇમાં હતી., તે સમય દરમિયાન એમ. કરુણાનિધિ મુખ્યમંત્રી હતા.

કરુણાનિધિ 29 જુલાઈના રોજ ચેન્નાઇના કાવેરી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ) માં દાખલ થયા હતા. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કરુણાનિધિની ઉંમર મુજબ, તેમના શરીરના તમામ અંગો કામ કરવાનું બંધ કરી દીધા હતા.