Not Set/ કાદર ખાનના સ્વાસ્થ્ય માટે અમિતાભ બચ્ચને કરી દુઆ

મુંબઇ, સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જાણીતા એક્ટર કાદર ખાનના સ્વસ્થ થવાની દુઆ કરી છે.કાદર ખાનની તબિયત સારી થઇ જાય તે માટે દુઆ કરતા બિગ બીએ ટ્વિટ કર્યું છે. અમિતાભ અને કાદર ઘણી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી ચુક્યા છે. અમિતભ બચ્ચન અને કાદર ખાનએ ‘દો ઓર દો પાંચ’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘સુહાગ’, ‘કુલી’ અને ‘શહંશાહ’ જેવી યાદગાર […]

Uncategorized

મુંબઇ,

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જાણીતા એક્ટર કાદર ખાનના સ્વસ્થ થવાની દુઆ કરી છે.કાદર ખાનની તબિયત સારી થઇ જાય તે માટે દુઆ કરતા બિગ બીએ ટ્વિટ કર્યું છે. અમિતાભ અને કાદર ઘણી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી ચુક્યા છે. અમિતભ બચ્ચન અને કાદર ખાનએ ‘દો ઓર દો પાંચ’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘સુહાગ’, ‘કુલી’ અને ‘શહંશાહ’ જેવી યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

કાદર ખાનની સેહત વિશે ચિંતિત અમિતભ બચ્ચનએ ટ્વિટ કરી લખ્યું કે, ‘કાદર ખાન, અત્યંત પ્રતિભાશાળી એક્ટર અને રાઇટર હોસ્પિટલમાં છે. તેમના સ્વાસ્થ્ય માટે દુઆ કરું છું. તેમને સ્ટેજ પર પરફોર્મ ઘણીવાર જોયા છે. તેમની ફિલ્મોબને લખવા માટે તેમનું સ્વાગત કર્યું છે.

આપને જણાવી દઈએ કે બોલિવૂડના જાણીતા અભિનેતા અને રાઇટર કાદર ખાનની તબિયત આ સમયે ખૂબ ખરાબ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ફિલ્મોની ગાયબ કાદર ખાનની સારવાર હવે કેનેડામાં ચાલી રહી છે. ત્યાં કાદરનાં દીકરા સરફરાજ ખાન અને પુત્રવધૂ તેમની સંભાળ રાખે છે. અહેવાલો અનુસાર, કાદર ખાનને શ્વાસ લેવામાં તકલીફ છે અને તેથી જ ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે.