Not Set/ કિક-2માં સલમાન સાથે જોવા મળશે આ હીરોઇન

મુંબઇ, બ્રિટીશ બ્યુટિક્વીન એમી જેક્સન હવે નવી ફિલ્મ કિક-2 ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેની કેરિયરમાં હવે જોરદાર તેજી આવી રહી છે. તે બોલિવુડના સૌથી મોટા અને હાલના સૌથી લોકપ્રિય સ્ટાર સલમાન ખાન સાથે કામ કરનાર છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. આના પર કામગીરી પણ શરૂ […]

Uncategorized
qm 1 કિક-2માં સલમાન સાથે જોવા મળશે આ હીરોઇન

મુંબઇ,

બ્રિટીશ બ્યુટિક્વીન એમી જેક્સન હવે નવી ફિલ્મ કિક-2 ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેની કેરિયરમાં હવે જોરદાર તેજી આવી રહી છે. તે બોલિવુડના સૌથી મોટા અને હાલના સૌથી લોકપ્રિય સ્ટાર સલમાન ખાન સાથે કામ કરનાર છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. આના પર કામગીરી પણ શરૂ કરવામાં આવી ચુકી છે. હવે કિકની સિક્વલ ફિલ્મમાં જેક્લીનની જગ્યાએ ખુબસુરત સ્ટાર એમી જેક્સનને લેવોનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Image result for kick 2 amy jackson

એમી જેક્સનના નામની પસંદગી કરવામાં આવી ચુકી છે. એમી જેક્સનને બીજી મોટી ફિલ્મ હાથ લાગી છે. હાલમાં તે રજનીકાંત અભિનિતિ 2.0 ફિલ્મમાં  નજરે પડી હતી. ભારતીય ફિલ્મ ઇતિહાસની આ સૌથી મોંઘી ફિલ્મ હતી. બોક્સ ઓફિસ પર પણ તે રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. તેને લઇને સલમાન ખાનની સાથે કિક-2 ફિલ્મ મળી છે.

Related image

બોલિવુડમાં અનેક મોટી અને સ્ટાર અભિનેત્રીઓ હોવા છતાં આ ફિલ્મમાં એમીની પસંદગી કરવામાં આવી છે. સાજિદ નડિયાદવાલાએ આ અંગેની જાહેરાત હાલમાં સોશિયલ મિડિયા પર કરી હતી. એવા હેવાલ પણ આવી રહ્યા હતા કે જેકલીન જ મુખ્ય રોલ કરનાર છે.

Image result for kick 2 amy jackson

હવે એવા હેવાલને લઇને પ્રશ્નો થયા છે. કારણ કે છેલ્લી માહિતી મુજબ એમી જેક્સન મુખ્ય રોલ મેળવી ગઇ છે. ટુ ફિલ્મની અભિનેત્રી અગાઉ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે કામ કરી ચુકી છે. ફ્રીકમાં તે સલમાન ખાનના ભાઇ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે ફિલ્મમાં નજરે પડી હતી.