Not Set/ ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની પુત્રીનું ડેબ્યુ, પદ્મિની કોલ્હાપુરીના પુત્ર સાથે કરશે ફિલ

મુંબઇ, ભોજપુરી અભિનેતા રવિ કિશનની પુત્રી રીવા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. મૂવીનું નામ “સબ કુશળ મંગલ” છે. ફિલ્મમાં બોલિવૂડની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી અને નિર્માતા પ્રદીપ શર્માના પુત્ર પ્રિયાંક શર્મા, અક્ષય ખન્ના સાથે જોવા મળશે. આ પ્રિયાંક શર્માની પહેલી ફિલ્મ છે. ફિલ્મને કરણ કશ્યપ નિર્દેશિત કરશે અને જાણીતા નિર્માતા નિતિન મનમોહનની દીકરી પ્રાચી પ્રોડ્યુસ […]

Uncategorized
rw 7 ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની પુત્રીનું ડેબ્યુ, પદ્મિની કોલ્હાપુરીના પુત્ર સાથે કરશે ફિલ

મુંબઇ,

ભોજપુરી અભિનેતા રવિ કિશનની પુત્રી રીવા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. મૂવીનું નામ “સબ કુશળ મંગલ” છે. ફિલ્મમાં બોલિવૂડની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી અને નિર્માતા પ્રદીપ શર્માના પુત્ર પ્રિયાંક શર્મા, અક્ષય ખન્ના સાથે જોવા મળશે. આ પ્રિયાંક શર્માની પહેલી ફિલ્મ છે. ફિલ્મને કરણ કશ્યપ નિર્દેશિત કરશે અને જાણીતા નિર્માતા નિતિન મનમોહનની દીકરી પ્રાચી પ્રોડ્યુસ કરશે.

આપને જણાવી દઈએ કે નિતિન મનમોહન એ જ વ્યક્તિ છે, જેમણે રવિ કિશનને હિન્દી ફિલ્મ ‘આર્મી’થી બોલિવૂડમાં સ્થાપિત કર્યા હતા.બોલિવૂડ ડેબ્યુ પર બોલતા રીવાએ કહ્યું, કે “જ્યારે મને ફોન કોલ આવ્યો, ત્યારે હું યુ.એસ.માં હતી,પિતા (રવિ કિશન) ના મિત્ર, મોઈન બેગ અંકલનો ફોન કૉલ આવ્યો અને તેમણે સારા સમાચાર આપ્યા. પોતાની દીકરીને બોલિવૂડમાં પગ મુક્ત જોઈને રવિ કિશન ખૂબ જ ખુશ છે.

rw 8 ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની પુત્રીનું ડેબ્યુ, પદ્મિની કોલ્હાપુરીના પુત્ર સાથે કરશે ફિલ

તેમણે જણાવ્યું હતું કે, “રીવાનું બાળપણ મને અભિનય કરતા અને અભિનયના ગુણ શીખતા વિતાવ્યું છે.” તે બાળપણથી એક કલાકાર છે, તેથી તેનું ભવિષ્ય આ ક્ષેત્રમાં તેજસ્વી છે, તે મારા માટે ખુશીની બાબત છે અને મને રીવા પર ગર્વ છે.

રીવા દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહના પ્લે ગ્રુપના સાથે એક વર્ષ સુધી એક્ટિંગ કરી ચુકી છે. તેને અમેરિકાના એક એક્ટિંગ ઇન્સ્ટિટ્યુટમાંથી દોઢ વર્ષ સુધી એક્ટિંગના કલાસીસ પણ લીધા છે. બધી તૈયારીઓ પૂર્ણ કર્યા પછી, રીવા બોલિવૂડમાં શરૂઆત કરવા માટે તૈયાર છે.