Not Set/ મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં સુમન કુમારી બની પહેલી હિંદુ મહિલા જજ

ઇસ્લામાબાદ, મુસ્લિમ કોમ્યુનીટી ધરાવતા પાડોશી દેશ પાકિસ્તાનમાં પહેલી હિંદુ મહિલા કોર્ટમાં જજ બન્યા છે. એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં સુમન કુમારી સિવિલ જજ તરીકે નિયુક્ત થનારી પહેલી હિંદુ મહિલા બની ગઈ છે. એક પાકિસ્તાની અખબારના જણવ્યા મુજબ, સુમન પાકિસ્તાનના હૈદરાબાદથી LLB અને કરાચીની સૈયદ જુલ્ફિકાર અલી ભુટ્ટો વિજ્ઞાન તેમજ ટેકનોલોજી ઇન્સ્ટીટયુટમાંથી કાયદાના ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી […]

Top Stories World Trending
મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં સુમન કુમારી બની પહેલી હિંદુ મહિલા જજ

ઇસ્લામાબાદ,

મુસ્લિમ કોમ્યુનીટી ધરાવતા પાડોશી દેશ પાકિસ્તાનમાં પહેલી હિંદુ મહિલા કોર્ટમાં જજ બન્યા છે. એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં સુમન કુમારી સિવિલ જજ તરીકે નિયુક્ત થનારી પહેલી હિંદુ મહિલા બની ગઈ છે.

એક પાકિસ્તાની અખબારના જણવ્યા મુજબ, સુમન પાકિસ્તાનના હૈદરાબાદથી LLB અને કરાચીની સૈયદ જુલ્ફિકાર અલી ભુટ્ટો વિજ્ઞાન તેમજ ટેકનોલોજી ઇન્સ્ટીટયુટમાંથી કાયદાના ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે.

DyD yoTWoAE0SGR મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં સુમન કુમારી બની પહેલી હિંદુ મહિલા જજ
national-suman-kumari-became-the-first-hindu-women-to-be-appointed-judge-in-pakistan

કમ્બર-શાહદદકોટના નિવાસી સુમન પોતાના પૈતૃક જિલ્લામાં જ જજ તરીકે સેવાઓ આપશે.

સુમન કુમારીના પિતાએ કહ્યું હતું કે, “સુમન કમ્બર-શાહદદકોટ જિલ્લામાં ગરીબોને મફતમાં કાયદાકીય મદદ આપવા માટે ઈચ્છતી હતી. તેઓએ એક પડકારરૂપ ફિલ્ડ પસંદ કરી છે, પરંતુ મને વિશ્વાસ છે કે તે સખ્ત મહેનત અને ઈમાનદારીથી એક માઈલસ્ટોન હાંસલ કરશે”.

જો કે આ પહેલા પાકિસ્તાનમાં રાણા ભગવાનદાસને વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૭ની વચ્ચે દેશના કાર્યવાહક ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા.