Not Set/ બર્થ-ડે ગર્લ રાણી મુખર્જીની એવી વાતો જે તમે ક્યારે નહી સાંભળી હોય

મુંબઈ બોલીવુડની અભિનેત્રી ‘રાણી મુખર્જી‘ 21 માર્ચના રોજ એટલે કે આજે તે તેનો 40માં બર્થ-ડે ની ઉજવણી કરી રહી છે. ત્યારે આજે આપને જાણીએ કે રાણી તેના કરિયરની શરૂઆત ક્યારથી કરી હતી અને  તેના વિશે જાણી અજાણી વાતો પણ જાણીએ. રાણી મુખર્જીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 1997માં ફિલ્મ ‘રાજા કી આએગી બારાત’થી કરી હતી. તેના […]

Entertainment
rani3 બર્થ-ડે ગર્લ રાણી મુખર્જીની એવી વાતો જે તમે ક્યારે નહી સાંભળી હોય

મુંબઈ

બોલીવુડની અભિનેત્રી ‘રાણી મુખર્જી‘ 21 માર્ચના રોજ એટલે કે આજે તે તેનો 40માં બર્થ-ડે ની ઉજવણી કરી રહી છે. ત્યારે આજે આપને જાણીએ કે રાણી તેના કરિયરની શરૂઆત ક્યારથી કરી હતી અને  તેના વિશે જાણી અજાણી વાતો પણ જાણીએ.

રાણી મુખર્જીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 1997માં ફિલ્મ ‘રાજા કી આએગી બારાત’થી કરી હતી. તેના પછી રાણીએ અનેકો સુપરહીટ ફિલ્મો કરી હતી.

જોકે રાણીની  પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ 1998માં આવેલી ‘આમીર ખાન’ સાથેની ફિલ્મ ‘ગુલામ’ સુપરહીટ રહી હતી અને એ જ વર્ષમાં રાણીએ ‘શાહરૂખ ખાન’ સાથે ‘કુચ કુચ હોતા હૈ‘ ફિલ્મ કરી હતી એ પણ સુપરહીટ સાબિત થઇ હતી. આ ફિલ્મોના કારણે રાણી મુખર્જીને બોલીવુડમાં અલગ ઓળખ ઉભી કરી હતી.

રાણીની  ગણતરી એવી અભિનેત્રીઓમાં કરવામાં  આવે છે કે જે બોલીવુડના ત્રણે ખાન સાથે કામ કર્યું છે.

રાણીએ સલમાન ખાન સાથે ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’,’હેલ્લો બ્રધર’,હર દિલ જો પ્યાર કરેગા’,’કહી પ્યાર ના હો જાએ’ અને ‘બાબુલ’ જેવી ફિલ્મો કરી છે.

rani5 બર્થ-ડે ગર્લ રાણી મુખર્જીની એવી વાતો જે તમે ક્યારે નહી સાંભળી હોય

આમીર ખાન સાથે રાણીએ ‘તલાસ’,’ગુલામ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

rani6 બર્થ-ડે ગર્લ રાણી મુખર્જીની એવી વાતો જે તમે ક્યારે નહી સાંભળી હોય

શાહરૂખ ખાન સાથે રાણીએ ‘કુચ કુચ હોતા હૈ’,’કભી ખુશી કભી ગમ’,’પહેલી’,કાલ હો ના હો’ જેવી ફિલ્મો કરી છે.

rani7 બર્થ-ડે ગર્લ રાણી મુખર્જીની એવી વાતો જે તમે ક્યારે નહી સાંભળી હોય

સુપરહીટ ફિલ્મો આપી ચુકેલી રાણીએ વર્ષ 2014માં જાણીતા ફિલ્મમેકર ‘આદિત્ય ચોપડા’ સાથે લગ્ન કરી લીધા હતા. અને ત્યારબાદ 4 વર્ષ પછી રાણીએ ફિલ્મ ‘હિચકી’થી કમબેક કરી રહી છે. રાણીની આ ફિલ્મ 23 માર્ચના દિવસે રીલીઝ કરવામાં આવશે.

Related image

રાણી પહેલી એવી ભારતીય ફિલ્મ સ્ટાર છે. કે જેને ફિલ્મ ‘ હમ તુમ’ માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો અને વર્ષ 2005માં રીલીઝ થયેલી ફિલ્મ ‘યુવા’ માટે રાણીને બેસ્ટ સપોર્ટિંગ સ્ટાર એવોર્ડ મળ્યો હતો.

રાણીએ ‘ઈરફાન ખાન’ સાથેની હોલીવુડ  ‘નેમસેક’ ફિલ્મ નકારી હતી કારણ કે ત્યારે રાણી તેની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ ના શુટીંગમાં વ્યસ્ત હતી.

રાણી જયારે  10માં ઘોરણમાં હતી ત્યારે તેને પહેલી ફિલ્મ માટે ઓફર આવી હતી. જોકે તેના પિતાએ એમ કહીને ના પાડી હતી કે રાણી હાલ ખુબ નાની છે.

રાણી આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘લગાન’ અને રાજકુમાર હીરાનીની ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસ‘ માટેની પહેલી પસંદી હતી.