Not Set/ નેહા ધૂપિયા-અંગદ બેદીએ છુપાવી પણ દાદાજીએ શેર કર્યો બેબી ગર્લ મેહરનો ક્યુટ ફોટો…

મુંબઇ, 18 નવેમ્બરના રોજ અભિનેત્રી નેહા ધુપિયા અને અંગદ બેદીના ઘરે બેબી ગર્લનો જન્મ થયો હતો. નેહા અને અંગદ બેદીએ તેમની પુત્રીનાં શુઝ વાળો ફોટો તેમના સોશિઅલ એકાઉન્ટ પર શેર કરી ચુક્યા છે અને તેઓએ તેમના ચાહકોને એ પણ જણાવ્યું કે તેમની દીકરીનું નામ મેહર ધૂપિયા બેદી છે. નેહા અને અંગદ તેમની દીકરીના ચહેરાની તસ્વીર […]

Entertainment
jjp નેહા ધૂપિયા-અંગદ બેદીએ છુપાવી પણ દાદાજીએ શેર કર્યો બેબી ગર્લ મેહરનો ક્યુટ ફોટો...

મુંબઇ,

18 નવેમ્બરના રોજ અભિનેત્રી નેહા ધુપિયા અને અંગદ બેદીના ઘરે બેબી ગર્લનો જન્મ થયો હતો. નેહા અને અંગદ બેદીએ તેમની પુત્રીનાં શુઝ વાળો ફોટો તેમના સોશિઅલ એકાઉન્ટ પર શેર કરી ચુક્યા છે અને તેઓએ તેમના ચાહકોને એ પણ જણાવ્યું કે તેમની દીકરીનું નામ મેહર ધૂપિયા બેદી છે. નેહા અને અંગદ તેમની દીકરીના ચહેરાની તસ્વીર શેર કરી નથી. જોકે મેહરના દાદાજીએ તેની સંપૂર્ણ તસ્વીર શેર કરી છે.

અંગદ બેદીના પિતા બિશન બેદીએ બેબી મેહરની સુંદર તસ્વીર તેમના ટ્વીટર પર પોસ્ટ કરી છે. તેમણે આ ફોટો સાથે કેપ્શન આપ્યું છે કે બ્યૂટી મેહર તેના દાદા-દાદી અને નાના-નાની બંને માટે એક લાઈફલાઈન છે. તેઓ તેને ગુરુની મેહર કહ્યું છે.

આપને જણાવી દઈએ કે નેહા ધુપિયાએ તેના બાળપણના દોસ્ત અંગદ બેદી સાથે 10મે ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન ગુપચુપ રીતે કરવામાં આવ્યા હતા અને લોકો ફોટોગ્રાફમાં આવ્યા પછી જ જાણ્યા મળ્યું હતું. થોડા દિવસો પછી તેમની પ્રેગ્નેશીની ચર્ચા થવા લાગી.

Instagram will load in the frontend.

છેવટે નેહાએ સોશિઅલ મીડિયા પર બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને તેણીની પ્રેગ્નેશીની માહિતી આપી હતી. એવી અટકળો કરવામાં હતી કે લગ્ન પહેલાં નેહા ગર્ભવતી હતી. જો કે, તાજેતરમાં, એક ઈન્ટરવ્યુ દરમિયાન અંગદ બેદીએ પણ સ્વીકાર્યું હતું કે નેહા લગ્ન પહેલાથી ગર્ભવતી હતી.