Not Set/ રાજપાલ યાદવ અને તેની પત્નિને આ કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા,હવે થશે સજા

દિલ્હી, બોલીવુડ કોમેડીયન અભિનેતા રાજપાલ યાદવ અને તેની પત્ની રાધા યાદવે દિલ્હીની કડકડડૂમા કોર્ટે શુક્રવારે દોષિત કરાર કર્યા છે. ૨૦૧૦માં એક નિર્દેશક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ કરવા માટે બન્નેએ ૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની ચુકવણી કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ ફિલ્મ અતા પતા લાપતા વર્ષ ૨૦૧૨માં રીલીઝ થઈ હતી, જેમાં રાજપાલ યાદવ, દારાસિંહ, અસરાની  અને વિક્રમ ગોખલે જેવા કલાકારો […]

Entertainment
Rajpal Yadav wife રાજપાલ યાદવ અને તેની પત્નિને આ કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા,હવે થશે સજા

દિલ્હી,

બોલીવુડ કોમેડીયન અભિનેતા રાજપાલ યાદવ અને તેની પત્ની રાધા યાદવે દિલ્હીની કડકડડૂમા કોર્ટે શુક્રવારે દોષિત કરાર કર્યા છે. ૨૦૧૦માં એક નિર્દેશક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ કરવા માટે બન્નેએ ૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની ચુકવણી કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ ફિલ્મ અતા પતા લાપતા વર્ષ ૨૦૧૨માં રીલીઝ થઈ હતી, જેમાં રાજપાલ યાદવ, દારાસિંહ, અસરાની  અને વિક્રમ ગોખલે જેવા કલાકારો નજરે પડ્યા હતા. કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને તેની કંપની અને પત્ની સહિત ચેક બાઉન્સ થવા કેસમાં સાત કેસમાં દોષિત ઠેરવ્યા છે.

ફરીયાદી વકિલ એસકે શર્મા દ્વારા જણાવાયુ છે કે અભિનેતાની સજાની જાહેરાત હવે ૨૩ એપ્રિલે થશે. આપને જણાવી દઈએ કે, લક્ષ્મીનગરની કંપની મુરલી પ્રોજેક્ટ્‌સ પ્રાઇવેટ લીમિટેડે રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સ સાથે જોડાયેલ સાત ફરીયાદો દાખલ કરાવી હતી. આ તમામ ફરીયાદ અલાગ અલગ નોંધાવામાં આવી હતી. ફરીયાદીએ જણાવ્યુ હતું કે, તે સમયે રાજપાલ ફિલ્મ અતા પતા લાપતાને પૂરી કરવામાં લાગ્યો હતો. એટલા માટે એપ્રિલ ૨૦૧૦માં ફિલ્મને પૂરી કરવા માટે રાજપાલ દ્વારા મદદ માંગવામાં આવી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે કરાર થયા અને ૫ કરોડની લોન આપી.