Not Set/ પેડમેન ફિલ્મે કરી ૫ દિવસમાં ૫૦ કરોડથી પણ વધુ કમાણી

મુંબઈ, બોલીવુડના ટોચના અભિનેતા અક્ષય કુમારને ચમકાવનારી પેડમેન ફિલ્મએ બોક્સ ઓફીસ પર હીટ નીવડી છે. આ ફિલ્મે ૫ દિવસમાં ૫૦ કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મ રિલીઝને ૫ દિવસ થઇ ગયા હોવા છતાં પણ હજુ ફિલ્મ હાઉસફુલ જ જતી હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મ  દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓને સસ્તા અને ટકાઉ સેનિટરી […]

Entertainment
padman2356553 પેડમેન ફિલ્મે કરી ૫ દિવસમાં ૫૦ કરોડથી પણ વધુ કમાણી

મુંબઈ,

બોલીવુડના ટોચના અભિનેતા અક્ષય કુમારને ચમકાવનારી પેડમેન ફિલ્મએ બોક્સ ઓફીસ પર હીટ નીવડી છે. આ ફિલ્મે ૫ દિવસમાં ૫૦ કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મ રિલીઝને ૫ દિવસ થઇ ગયા હોવા છતાં પણ હજુ ફિલ્મ હાઉસફુલ જ જતી હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મ  દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓને સસ્તા અને ટકાઉ સેનિટરી નેપકીન્સ પૂરાં પડવાનું સાહસ કરનારા અરુણાચલમ મુરુગનાથનની બાયો-ફિલ્મ છે.

padmanjknk પેડમેન ફિલ્મે કરી ૫ દિવસમાં ૫૦ કરોડથી પણ વધુ કમાણી

Image result for Arunachalam Muruganantham

Image result for padman film

ફિલ્મના  ડાયરેકટર કરનારા આર બલ્કીએ ક્યારેય નહતું વિચાર્યું કે ફિલ્મને આટલો બધો રિસ્પોન્સ મળશે. આ ફિલ્મમાં કોઈ પણ પ્રકારના એક્શન દ્રશ્યો કે કોઈ મનોરંજન નહી હોવા છતાં પણ દર્શકોને જોવી ગમી છે.પેડમેન ફિલ્મમાં અક્ષય કુમાર રાધિકા આપ્ટે અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

જો અક્ષય કુમારની વાત કરીએ તો હમણાં છેલ્લા ઘણા સમયથી તે સામજિક ફિલ્મને વધારે મહત્વ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદ વિરોધી ફિલ્મ બેબી ,હોલીડે અને નામ શબાના જેવી હિત ફિલ્મ કરી હતી. આ ઉપરાંત ટોયલેટ એક પ્રેમ કથા કે જે ફિલ્મ શૌચાલયના ઉપયોગને દર્શાવતી હોઈ તેણે પણ ૧૦૦ કરોડની કમાણી કરી છે.

તમને જણાવી દઈએ કે પેડમેન ફિલ્મ પર પાકિસ્તાન સેન્સર બોર્ડે બેન જાહેર કર્યો છે. સેન્સર બોર્ડનું એવું કહેવું છે કે મહિલાઓના માસિક સ્ત્રાવની વાત જાહેરમાં ન કરી શકાય.