Not Set/ બીજા બાળકોની માતા બની સની લિયોની

મુંબઇ, બોલિવુડ એક્ટ્રેસ સની લિયોની અને તેનો પતિ ડેનિયલ વેબર ફરી પેરન્ટ્સ બન્યાં છે. સનીએ થોડા સમય પહેલા જ એક દીકરી દત્તક લીધી હતી, હવે સની બે જુડવા દીકરાની મમ્મી બની છે. સનીએ ગયા વર્ષે મહારાષ્ટ્રના લાતુરની નીશાને દત્તક લીધી હતી, સનીએ તેને દત્તક લીધી તે પહેલા 11 પરિવારો તેને નકારી ચૂક્યા હતા. સની અને ડેનિયલ સરોગસીથી જુડવા બાળકોના […]

Entertainment
sunny leone બીજા બાળકોની માતા બની સની લિયોની

મુંબઇ,

બોલિવુડ એક્ટ્રેસ સની લિયોની અને તેનો પતિ ડેનિયલ વેબર ફરી પેરન્ટ્સ બન્યાં છે. સનીએ થોડા સમય પહેલા જ એક દીકરી દત્તક લીધી હતી, હવે સની બે જુડવા દીકરાની મમ્મી બની છે. સનીએ ગયા વર્ષે મહારાષ્ટ્રના લાતુરની નીશાને દત્તક લીધી હતી, સનીએ તેને દત્તક લીધી તે પહેલા 11 પરિવારો તેને નકારી ચૂક્યા હતા.

સની અને ડેનિયલ સરોગસીથી જુડવા બાળકોના મમ્મી-પપ્પા બન્યાં છે. આ બંને બાળકોને અશર સિંહ વેબર તેમજ નોઆહ સિંહ વેબર નામ અપાયું છે. સની અને તેના પતિએ પોતાના ત્રણ બાળકો સાથેનો ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સનીએ લખ્યું છે કે, વધુ બે બાળકોના આગમન સાથે જ હવે તેનો પરિવાર સંપૂર્ણ બન્યો છે.

sunny leone બીજા બાળકોની માતા બની સની લિયોની

અગાઉ સનીએ આ બે બાળકોને દત્તક લીધા હોવાનું કન્ફ્યુઝન થયું હતું. જોકે, સનીએ આ અંગે ચોખવટ કરતા જણાવ્યું હતું કે, તે અને ડેનિયલ જ આ બંને બાળકોના બાયોલોજિકલ પેરન્ટ્સ છે અને તેઓ સરોગસી દ્વારા આ બાળકોના મમ્મી-પપ્પા બન્યા છે.