Not Set/ હેપ્પી ભાગ જાયેગી રીટર્ન્સની શુટિંગ કેમ અટકાવવામાં આવી, જાણો કારણ ?

સોનાક્ષી સિન્હા અને ડાયના પેન્ટી અભિનીત ફિલ્મ હૈપી ભાગ જાયેગી રિટર્ન્સની થાઈલેન્ડમાં ચાલી રહેલ શુટિંગ રોકી દેવાની ફરજ પડી છે. કારણ કે, બેંગકોંગ પોલીસે આ ફિલ્મ સાથે જાડાયેલ એક પ્રોડક્શન કંપની ઈન્ડો બેંગકોંગ કંપની લિમિટેડ પર પોર્ન સીન્સ ફિલ્માવવાનો આરોપ લગાવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મની શુટિંગ દરમિયાન એક ન્યુડ મોડલને સેક્સ ટોઈઝ અને બાકીની […]

Entertainment
c2a85eca a767 11e7 b77f 2f05ee6d8166 હેપ્પી ભાગ જાયેગી રીટર્ન્સની શુટિંગ કેમ અટકાવવામાં આવી, જાણો કારણ ?

સોનાક્ષી સિન્હા અને ડાયના પેન્ટી અભિનીત ફિલ્મ હૈપી ભાગ જાયેગી રિટર્ન્સની થાઈલેન્ડમાં ચાલી રહેલ શુટિંગ રોકી દેવાની ફરજ પડી છે. કારણ કે, બેંગકોંગ પોલીસે આ ફિલ્મ સાથે જાડાયેલ એક પ્રોડક્શન કંપની ઈન્ડો બેંગકોંગ કંપની લિમિટેડ પર પોર્ન સીન્સ ફિલ્માવવાનો આરોપ લગાવ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મની શુટિંગ દરમિયાન એક ન્યુડ મોડલને સેક્સ ટોઈઝ અને બાકીની એડલ્ટ સામગ્રીનુ પ્રમોશન કરતી દર્શાવવામાં આવી રહી હતી. દરમિયાન શેટ પર હાજર એક લોકલ દર્શકે શુટિંગની એક વિડીયો ક્લીપીંગ સોશ્યલ મિડીયા પર અપલોડ કરી હતી. જે જોત જોતામાં વાઈરલ થઈ ગઈ હતી. પુ બંગલાંપુ નામના વ્યક્તિએ ફેસબુક પર શેર કરેલી આ કિલપીંગમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, લોકલ પોલીસ અધિકારીઓ શુટિંગ રોકી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ, પ્રોડક્શન ફર્મે મદદ અને મંજુરી માટે શુટિંગના એક દિવસ પહેલ પોલીસનો સંપર્ક કર્યો હતો. જા કે પોલીસ તરફથી ક્રુ ટીમને સુચના આપવામાં આવી હતી કે, ફિલ્મના શુટિંગથી થાઈલેન્ડના ટુરિઝમ પર કોઈ અસર થઈ જાઈએ નહી. પરંતુ ફિલ્મ નિર્માતાઓ દ્વારા થાઈલેન્ડના લોકેશનને ચીનની જગ્યા ગણાવીને રજુ કરવામાં આવી રહી હતી. જેના કરાણે પોલીસે શુટિંગમાં ફિલ્માવાતા એડલ્ટ સીનનુ કારણ દર્શાવી શુટિંગ અટકાવી દીધી હતી.