Not Set/ પોતાના સોંગને લઈને ફસાયા પંજાબી સિંગર, હિંસાને પ્રોત્સાહન આપવા નોંધાયો કેસ

પંજાબના બે પ્રખ્યાત ગાયકો, સિદ્ધૂ  મૂસેવાલા અને મનકીરત ઓલખને તેમના ગીતોમાં હથીયાર અને હિંસાના ગુણગાન ગાવનું  ભારે પડ્યું છે. પોલીસે આ બંને ગાયકો સહિત પાંચ અજાણ્યા લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. માણસા જિલ્લાના સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઈઆરના આધારે આ ગુનાહિત કેસ નોંધવામાં આવ્યા છે. આ […]

Entertainment
aaaaaaaaaaaaaaaa 10 પોતાના સોંગને લઈને ફસાયા પંજાબી સિંગર, હિંસાને પ્રોત્સાહન આપવા નોંધાયો કેસ

પંજાબના બે પ્રખ્યાત ગાયકો, સિદ્ધૂ  મૂસેવાલા અને મનકીરત ઓલખને તેમના ગીતોમાં હથીયાર અને હિંસાના ગુણગાન ગાવનું  ભારે પડ્યું છે. પોલીસે આ બંને ગાયકો સહિત પાંચ અજાણ્યા લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. માણસા જિલ્લાના સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઈઆરના આધારે આ ગુનાહિત કેસ નોંધવામાં આવ્યા છે.

આ છે સમગ્ર મામલો

એફઆઈઆરમાં સિદ્ધુ  મૂસેવાલા અને મનકીરત ઓલખ સહિત પાંચ અજાણ્યા લોકો પર હથીયાર અને હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ એચ.સી.અરોરાની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો છે.

ફરિયાદીએ સોશિયલ મીડિયા પર પ્રકાશિત એક વીડિયોને ટાંકીને જણાવ્યું છે કે બંને ગાયકો તેમના ગીતોમાં ‘ગન-કલ્ચર’ અને હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન છે.

પંજાબના પોલીસ વડા દિનકર ગુપ્તાને આપેલી ફરિયાદમાં ચાર મિનિટના વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું ટાઈટલ ‘પખીયા-પખીયા’ છે. એચ.સી.અરોરાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આવા ગીતો સમાજમાં હિંસાનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે અને આવા ગીતો સાંભળીને યુવાનો કાયદાને પોતાના હાથમાં લઈ શકે છે.

Instagram will load in the frontend.

નોંધપાત્ર વાત એ છે કે, એચ.સી.અરોરાએ તેની ફરિયાદ પંજાબ પોલીસ વડાને મોકલી હતી, જે તેમણે આગળની કાર્યવાહી માટે માણસાના પોલીસ અધિક્ષકને મોકલી હતી. તે પછી આ બંને ગાયકો અને અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે.

માણસા સદર પોલીસ સ્ટેશનના એસએચઓ બલવિંદર સિંહ રોમાનાએ આ કેસ નોંધવાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આ બંને ગાયકો અને બાકીના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 294, 504 અને 149 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પોલીસ વડાને આ પ્રકારના ગીતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો જે માદક દ્રવ્યો, દારૂના સેવન અને હિંસાને પ્રોત્સાહન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.