Not Set/ જાણો, દીપિકા પાદુકોણે તેના હનીમૂન પ્લાન પર શું કહ્યું….

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને એક્ટર રણવીર સિંહના લગ્ન એક મહિનો થઈ ચુક્યો છે. બંને કલાકારે ઇટાલીના લેક કોમોમાં નજીકના મિત્રો અને પરિવારજનોની વચ્ચે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ રણવીર અને દીપિકા બેંગલુરુમાં અને મુંબઇમાં રિસેપ્શન પણ આપ્યું હતું. દીપિકા-રણવીરના લગ્ન પછી સેલિબ્રેશન ડીસેમ્બર ચાલ્યા, પરંતુ  તેમના ટાઇટ વર્ક શેડ્યૂલના કારણે અત્યાર સુધી બંને તેમના […]

Uncategorized
dcc 2 જાણો, દીપિકા પાદુકોણે તેના હનીમૂન પ્લાન પર શું કહ્યું....

મુંબઇ,

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને એક્ટર રણવીર સિંહના લગ્ન એક મહિનો થઈ ચુક્યો છે. બંને કલાકારે ઇટાલીના લેક કોમોમાં નજીકના મિત્રો અને પરિવારજનોની વચ્ચે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ રણવીર અને દીપિકા બેંગલુરુમાં અને મુંબઇમાં રિસેપ્શન પણ આપ્યું હતું.

દીપિકા-રણવીરના લગ્ન પછી સેલિબ્રેશન ડીસેમ્બર ચાલ્યા, પરંતુ  તેમના ટાઇટ વર્ક શેડ્યૂલના કારણે અત્યાર સુધી બંને તેમના હનીમૂન જઈ શક્યા નથી. જોકે દીપિકાએ તાજેતરમાં પહેલી વખત પોતાના હનીમૂન પ્લાન વિશે વાત કરી છે. દીપિકાએ એક ઇવેન્ટમાં કહ્યું કે અત્યાર સુધી તેઓ તેમના હનીમૂન વિશે કોઈ પ્લાન બનાવ્યો નથી.

તેના પતિ રણવીરની આવનારી ફિલ્મ ‘સિમ્બા’ના ટ્રેલર વિશે દીપિકાએ જણાવ્યું કે તેને આનું ટ્રેલર ખુબ જ પસંદ આવ્યું છે અને તેને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ સુપરહિટ સાબિત થશે. તેને કહ્યું કે ફિલ્મ રિલીઝ થયા પછી તેઓ હનીમૂન અને બર્થડે પ્લાન્સ પર વિચાર કરશે.