Not Set/ લગ્ન પછી હવે ફરી સ્ક્રીન પર પતિ-પત્ની બનશે રણવીર-દીપિકા!

મુંબઇ, પ્રખ્યાત ક્રિકેટર કપિલદેવની બાયોપિકમાં રણબીર સિંહ કપિલદેવના કિરદાર નિભાવવાના છે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો, આ ફિલ્મમાં રણવીરની પત્નીની ભૂમિકામાં દીપિકા પાદુકોણને જોઈ શકાશે. રણવીર-દીપિકાની જોડી ઓનસ્ક્રીન અને ઑફસ્ક્રીન સુપરહિટ છે તેથી જો આમ થાય તો ચાહકોના મનમાં ફિલ્મને લઈને એક્સાઈટમેંટ વધી જશે. લગ્ન પછી ચાહકો મોટી સ્ક્રીન પર બંનેને સાથે જોવા માટે આતુરતાપૂર્વક રાહ […]

Uncategorized
jja લગ્ન પછી હવે ફરી સ્ક્રીન પર પતિ-પત્ની બનશે રણવીર-દીપિકા!

મુંબઇ,

પ્રખ્યાત ક્રિકેટર કપિલદેવની બાયોપિકમાં રણબીર સિંહ કપિલદેવના કિરદાર નિભાવવાના છે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો, આ ફિલ્મમાં રણવીરની પત્નીની ભૂમિકામાં દીપિકા પાદુકોણને જોઈ શકાશે. રણવીર-દીપિકાની જોડી ઓનસ્ક્રીન અને ઑફસ્ક્રીન સુપરહિટ છે તેથી જો આમ થાય તો ચાહકોના મનમાં ફિલ્મને લઈને એક્સાઈટમેંટ વધી જશે. લગ્ન પછી ચાહકો મોટી સ્ક્રીન પર બંનેને સાથે જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Image result for deepveer kapil dev

બંનેએ ગયા વર્ષે 14-15 નવેમ્બરના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. બંને એકબીજાને 6 વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા. લગ્નના ખુલાસાથી લઈને  પોસ્ટ વેડિંગ પાર્ટીઝમાં બંનેની જબરદસ્ત કેમિસ્ટ્રી કોવા મળી છે. તાજેતરમાં બંને તેમના હનીમૂનથી પાછા ફર્યા છે. રણવીરની વાત કરવામાં આવે તો તે તેમની મૂવી ‘સિમ્બા’ બોક્સ ઓફિસમાં ઘમાલ મચાવી રહી છે. આ ઉપરાંત, પ્રશંસકોને તેમની ફિલ્મ ‘ગલી બોય’ નું પોસ્ટર પણ ખુબ જ પસંદ કર્યું છે. તો ત્યાં જ દીપિકા એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી પર બનાવવામાં આવેલી ફિલ્મમાં દેખાશે.

Related image

રણવીર ટૂંક સમયમાં જ વેટરન ક્રિકેટર કપિલ દેવની બાયોપિક શૂટ કરશે. કબીર ખાન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. ફિલ્મનું ટાઈટલ ’83’ રહેશે. અહેવાલોનું માનવામાં આવે તો, તો દીપિકા આ ​​ફિલ્મમાં કપિલની પત્ની રોમી ભાટિયાનો રોલ કરવાની છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ ફિલ્મના નિર્માતાઓ દીપિકા સાથે મળશે. જો બધું ફાઈનલ થઇ જાય, તો દીપવીરની જોડી ફરીથી મોટી સ્ક્રીન પર મોટી શરૂઆત કરી શકે છે.