Not Set/ આજે ચૂંટણી પંચ જોઈ શકે છે PMની બાયોપિક, થશે સ્પેશિયલ સ્ક્રિનિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક મૂવીના નિર્માતા માટે આજે સૌથી મોટો દિવસ છે. સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર આજે ચૂંટણી પંચ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી નિહાળશે.ફિલ્મ જોયા બાદ ચૂંટણી પંચ ફિલ્મના રિલિઝને લઈને નિર્ણય લેશે. બાયોપિક મૂવી જોયા બાદ ચૂંટણી પંચ એ અંગે નિર્ણય લેશે કે ફિલ્મને લોકસભા ચૂંટણી દરમિયાન રિલીઝ કરવાથી તેની ચૂંટણી પર અસર પડશે કે […]

Top Stories Entertainment
yrh 7 આજે ચૂંટણી પંચ જોઈ શકે છે PMની બાયોપિક, થશે સ્પેશિયલ સ્ક્રિનિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક મૂવીના નિર્માતા માટે આજે સૌથી મોટો દિવસ છે. સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર આજે ચૂંટણી પંચ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી નિહાળશે.ફિલ્મ જોયા બાદ ચૂંટણી પંચ ફિલ્મના રિલિઝને લઈને નિર્ણય લેશે. બાયોપિક મૂવી જોયા બાદ ચૂંટણી પંચ એ અંગે નિર્ણય લેશે કે ફિલ્મને લોકસભા ચૂંટણી દરમિયાન રિલીઝ કરવાથી તેની ચૂંટણી પર અસર પડશે કે નહીં.

આપને જણાવી દઈયે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બાયોપિક મૂવી 11 એપ્રિલે રિલિઝ થવાની હતી. પરંતુ ચૂંટણી પર પીએમની બાયોપિક ફિલ્મની અસર પડશે તેવો હવાલો આપતા ચૂંટણી પંચે રિલીઝ પર રોક લગાવી હતી. ચૂંટણી પંચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા સુધી ફિલ્મને રિલીઝ નહીં કરી શકાય. આ નિર્ણયના વિરોધમા ફિલ્મ મેકર્સે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.