Not Set/ બિહારના મુઝફ્ફરપુરમાં બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સામે થઇ ફરિયાદ, જાણો શું છે કારણ

મુઝફ્ફરપુર, બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બિહારના મુઝફ્ફરપુરમાં રોડ ટ્રાફિકને અવરોધવા માટે કોર્ટના આદેશ પર રવિના સામે ફરિયાદ કરવામાં આવી છે. એડીશનલ ચીફ જૂડિશલ મેજિસ્ટ્રેટ દીપક કુમારે કાઝી મોહમ્મદપુર પોલીસ સ્ટેશનને રવિના ટંડન સામે કેસ નોંધાવવા આદેશ આપ્યો હતો. વકીલ સુધિર કુમાર ઓઝાની ફરિયાદ પછી દીપકે આ સૂચના આપી હતી. રવિનાના મુઝફ્ફરપુર પ્રવાસ […]

Uncategorized
gal બિહારના મુઝફ્ફરપુરમાં બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સામે થઇ ફરિયાદ, જાણો શું છે કારણ

મુઝફ્ફરપુર,

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બિહારના મુઝફ્ફરપુરમાં રોડ ટ્રાફિકને અવરોધવા માટે કોર્ટના આદેશ પર રવિના સામે ફરિયાદ કરવામાં આવી છે.

એડીશનલ ચીફ જૂડિશલ મેજિસ્ટ્રેટ દીપક કુમારે કાઝી મોહમ્મદપુર પોલીસ સ્ટેશનને રવિના ટંડન સામે કેસ નોંધાવવા આદેશ આપ્યો હતો. વકીલ સુધિર કુમાર ઓઝાની ફરિયાદ પછી દીપકે આ સૂચના આપી હતી. રવિનાના મુઝફ્ફરપુર પ્રવાસ દરમિયાન સુફીર ટ્રાફિકની સમસ્યા વિશે 12 ઓક્ટોબર, 2018 ના રોજ હતા.

આપને જણાવી દઈએ કે, હોટેલનું ઉદ્ઘાટન કરવા માટે રવિના મુઝફ્ફરપુર આવી હતી. હોટેલ માલિક પ્રણવકુમાર અને ઉમેશ સિંહ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુધિરે ફરિયાદ કરી છે કે, રવિના ટંડનને કારણે, માર્ગ લાંબા સમયથી અવરોધિત હતો, જેમાં તે લાંબા સમયથી ફસાયા હતા. સુધિરે કોર્ટને તેમની ફરિયાદ જોવા અને કેસ નોંધાવવા વિનંતી કરી હતી.