Not Set/ ફિલ્મ ‘કુલી નંબર 1’ના સેટ પર મોડી રાત્રે લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

મુંબઈ, વરૂણ ધવન અને સારા અલી ખાનની આવનારી ફિલ્મ કુલી નંબર 1 ના સેટ પરથી મોટા અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે ફિલ્મના સેટમાં મોટો અકસ્માત સર્જાયો છે. મુંબઇના ગોરેગાંવના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં સેટ પર ભીષણ આગ લાગી હતી માલતિ માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈએ જાનહાનિ થઈ નથી. અકસ્માત સમયે 15 વર્કર્સ સ્થળ પર […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaamahi 8 ફિલ્મ 'કુલી નંબર 1'ના સેટ પર મોડી રાત્રે લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

મુંબઈ,

વરૂણ ધવન અને સારા અલી ખાનની આવનારી ફિલ્મ કુલી નંબર 1 ના સેટ પરથી મોટા અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે ફિલ્મના સેટમાં મોટો અકસ્માત સર્જાયો છે. મુંબઇના ગોરેગાંવના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં સેટ પર ભીષણ આગ લાગી હતી

માલતિ માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈએ જાનહાનિ થઈ નથી. અકસ્માત સમયે 15 વર્કર્સ સ્થળ પર હાજર હતા, જો કે, બધા સુરક્ષિત છે.

ઉપસ્થિત 15 વર્કર્સની તાકીદને ધ્યાનમાં લઈને તાત્કાલિક ફાયર સ્ટેશન કોલ કર્યો અને પોલીસને અકસ્માતની જાણકારી આપી હતી. જેના કારણે સમયસર આગને કાબૂમાં લેવામાં આવી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.

આપને જણાવી દઈએ કે ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત ફિલ્મ કુલી નંબર 1 ની આ રીમેક છે. 24 વર્ષ પછી બનેલી આ ફિલ્મમાં વરૂણ ધવન અને સૈફ અલી ખાન-અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 1 મે 2020 ના રોજ રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.