Not Set/ બોલીવૂડ/ રાજકુમાર રાવ સાથે રોમાન્સ કરતા જોવા મળી હેમા માલિની, જુઓ Shimla Mirchi નું ટ્રેલર

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. હેમા માલિની ફિલ્મ ‘સિમલા મિર્ચી’ માં અભિનેતા રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ સાથે જોવા મળશે. ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હેમા માલિની રકુલ પ્રીતની માતાની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે. #HemaMalini, #RajkummarRao and #RakulPreetSingh… Ramesh Sippy – […]

Uncategorized
maya a 7 બોલીવૂડ/ રાજકુમાર રાવ સાથે રોમાન્સ કરતા જોવા મળી હેમા માલિની, જુઓ Shimla Mirchi નું ટ્રેલર

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. હેમા માલિની ફિલ્મ ‘સિમલા મિર્ચી’ માં અભિનેતા રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ સાથે જોવા મળશે. ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હેમા માલિની રકુલ પ્રીતની માતાની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

‘સિમલા મિર્ચી’નું ટ્રેલર એકદમ મજેદાર છે. ટ્રેલરની શરૂઆત રાજકુમાર રાવથી થાય છે. રાજકુમાર રાવ ફિલ્મમાં હકલાતા જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં રાજ કુમાર એક ફંક્શનમાં યુવતીને પ્રપોઝ કરવા જઇ રહ્યો છે અને તે બોલતી વખતે અટકી જવાનું શરૂ કરે છે. આઈ બોલતા આઈ લવ માય કન્ટ્રી બોલી જાય છે.

ફિલ્મની વાર્તા માતા અને પુત્રીની છે. ટ્રેલરમાં રાજકુમાર રાવનું પાત્ર રકુલ પ્રીત સિંહના પ્રેમમાં પડે છે, તે એક પત્ર લખીને તેના દિલની વાત કહેવા માંગે છે. પરંતુ તે પત્ર ભૂલથી રકુલની માતા હેમાના હાથ લાગી જય છે. આ એક ગેરસમજને કારણે, હેમા માલિની રાજકુમાર રાવને પ્રેમ કરવાનું શરૂ કરે છે, અને પછી વાર્તામાં ઘણા રસપ્રદ અને રમુજી ટ્વીસ આવે છે.

‘સિમલા મિર્ચી’ નું દિગ્દર્શન રમેશ સિપ્પીએ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ટ્રેલરને અત્યાર સુધી 24 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. આ પહેલા ડ્રીમ ગર્લ હેમા માલિની 2017 ની હિન્દી ફિલ્મ એક થી રાની ઐસી ભીમાં જોવા મળ્યા હતા. સિમલા મિર્ચી 3 જાન્યુઆરીએ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.