Not Set/ પંજાબ-હૈદરાબાદની મેચમાં આ ચહેરાએ લાખો દર્શકોના મન મોહી લીધા

હૈદરાબાદ આઈપીએલ સીઝન-11ના ગુરુવારે  સનરાઈઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઈલેવન પંજાબને 13 રને હરાવ્યું. આ મેચમાં રનો અને વિકેટોની વચ્ચેની દિલધડક ક્ષણોની વચ્ચે એક ચહેરો એવો હતો કે જેના પર સ્ટેડિયમના દર્શકોનું દિલ અટકી જતું હતું. આ ચહેરો જ હતો એવો સુંદર કે ટીવી કે મેદાન પર લગાવાયેલા એલઈડી સ્ક્રીન પર આવતાની સાથે જ દર્શકોની નજર સ્થિર થઈ જઈ હતી. […]

Entertainment
Isha Chawla 1 પંજાબ-હૈદરાબાદની મેચમાં આ ચહેરાએ લાખો દર્શકોના મન મોહી લીધા

હૈદરાબાદ

આઈપીએલ સીઝન-11ના ગુરુવારે  સનરાઈઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઈલેવન પંજાબને 13 રને હરાવ્યું. આ મેચમાં રનો અને વિકેટોની વચ્ચેની દિલધડક ક્ષણોની વચ્ચે એક ચહેરો એવો હતો કે જેના પર સ્ટેડિયમના દર્શકોનું દિલ અટકી જતું હતું. આ ચહેરો જ હતો એવો સુંદર કે ટીવી કે મેદાન પર લગાવાયેલા એલઈડી સ્ક્રીન પર આવતાની સાથે જ દર્શકોની નજર સ્થિર થઈ જઈ હતી.

આ મેચમાં ફેન્સની નજર ક્રિકેટ કરતા વધુ સાઉથની એક એક્ટ્રેસ પર રહી, જેણે પોતાની દિલકશ અદાઓથી સ્ટેડિયમમાં એક જાદુ કરી દીધો હતો. કેમેરામેને તો જાણે તેને જ ફોકસ કરવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગતું હતું.

આ ખુબસુરત ચહેરો એટલે સાઉથ ફિલ્મોની ખુબસુરત એક્ટ્રેસ ઇશા ચાવલા..

Isha Chawla 2 પંજાબ-હૈદરાબાદની મેચમાં આ ચહેરાએ લાખો દર્શકોના મન મોહી લીધા

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તેલુગુ એક્ટ્રેસ ઈશા ચાવલાની હાજરીથી સમગ્ર સ્ટેડિયમ બાગબાગ થઇ ગયું હતું. દિલ્હીમાં જન્મેલી ઈશા ટોલીવુડની ટોપ ક્લાસની એક્ટ્રેસમાં ગણાય છે. મેચ દરમિયાન ઈશા ઘણી વખત કેમેરાના લેન્સમાં કંડારાઇ ગઇ હતી. ચીચીયારીઓ પાડતી અને સીટીઓ મારતી તેની કામણગારી અદાઓએ સૌને મોહી લીધા. હૈદરાબાદની ટીમની દરેક ખુશીની ક્ષણો વખતે દર્શકો ઈશાની હાવભાવ જોવા ઉત્સુક હતા.

ઉલ્લેખનીય છે કે, ઈશાએ પ્રેમા કવાલી, પૂજા રંગાડુ અને જમ્પ જિલાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.