Not Set/ અર્જુન-પરિણીતીની ફિલ્મના આ પોસ્ટરમાં ભારતનો નક્શો ખોટો બતાવતા થયો વિવાદ

મુંબઇ 2007માં અભિનેતા અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ ‘નમસ્તે લંડન’ની સિક્વલ બની રહી છે. ‘નમસ્તે લંડન’ ફિલ્મની સિક્વલ ‘નમસ્તે ઇંગ્લેંડ’ હશે. આ ફિલ્મમાં અભિનેત્રી પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે. તાજેતરમાં સ્વતંત્રતા દિવસ (ઓગસ્ટ 15) ના દિવસે ‘નમસ્તે ઇંગ્લેન્ડ’નું નવું પોસ્ટરને રજૂ કરવામાં આવ્યું હતું.જો કે ફિલ્મનું આ  પોસ્ટર રીલીઝ થતાં વિવાદ શરૂ થયો હતો.  નમસ્તે ઇંગ્લેન્ડના આ પોસ્ટરમાં ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવતો […]

Entertainment
qp અર્જુન-પરિણીતીની ફિલ્મના આ પોસ્ટરમાં ભારતનો નક્શો ખોટો બતાવતા થયો વિવાદ

મુંબઇ

2007માં અભિનેતા અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ ‘નમસ્તે લંડન’ની સિક્વલ બની રહી છે. ‘નમસ્તે લંડન’ ફિલ્મની સિક્વલ ‘નમસ્તે ઇંગ્લેંડ’ હશે. આ ફિલ્મમાં અભિનેત્રી પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે.

તાજેતરમાં સ્વતંત્રતા દિવસ (ઓગસ્ટ 15) ના દિવસે ‘નમસ્તે ઇંગ્લેન્ડ’નું નવું પોસ્ટરને રજૂ કરવામાં આવ્યું હતું.જો કે ફિલ્મનું આ  પોસ્ટર રીલીઝ થતાં વિવાદ શરૂ થયો હતો.

controversial poster of namaste england changed - Bollywood News in Hindi

 નમસ્તે ઇંગ્લેન્ડના આ પોસ્ટરમાં ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવતો અર્જુન કપુરે ઇંગ્લેન્ડના ‘યુનિયન જેક’ના ધ્વજવાળી ડિઝાઇન કરાયેલ ટી-શર્ટ પહેરીલી છે.પોસ્ટરના બ્રેકગ્રાઉન્ડમાં ભારતનો નકશો બતાવવામાં આવ્યો છે.પોસ્ટરમાં ભારતનો જે નક્શો જોવા મળે છે તે ખોટો છે.

ભારતનો ખોટો નક્શો બતાવવા બદલ અનેક લોકો રોષે ભરાયા હતા અને સોશિયલ મીડીયામાં પણ તેમણે ગુસ્સો ઠાલવ્યો હતો.

controversial poster of namaste england changed - Bollywood News in Hindi

વિવાદ શરુ થયા પછી ફિલ્મના પોસ્ટરને બદલી દેવામાં આવ્યું.

આ વિવાદ પછી આ ફિલ્મના પોસ્ટરને બદલવામાં આવ્યું છે. નવું પોસ્ટર પરિણીતી ચોપરાએ Instagram પર શેર કર્યું છે, અને જેમાં સુધારેલો ભારતનો નકશો જોવા મળે છે. દેશના સાચા નકશાવાળું પોસ્ટર પરિણીતી સિવાય અર્જુન કપૂરે પણ Twitter પર શેર કર્યું છે.

controversial poster of namaste england changed - Bollywood News in Hindi

શું છે સરહદી વિવાદ

વાસ્તવમાં, પોસ્ટર રિલીઝ પછી  લોકોનું ધ્યાન આ તરફ ગયું. પોસ્ટરમાં બતાવવમાં આવેલ ભારતના નકશામાં જમ્મુ-કાશ્મીરનો અક્સાઇ ચીનનાવાળો ભાગ  ગાયબ હતો.ભારત અને ચીન વચ્ચે અક્સાઇ ચીનની સરહદને લઇને લાંબા સમયથી વિવાદ ચાલે છે.ચીન ભારતની સરહદનો ભાગ પોતાનો છે એવું સાબિત કરીને તેની પર દાવો કરી રહ્યું છે.ચીને ભારતની સરહદમાં ઘુસીને હજારો કિલોમીટરની જમીન પર પોતાનો હક્કદાવો કર્યો છે.જો કે ભારતે તેનો ઉગ્ર વિરોધ કરીને આ વિસ્તાર ભારત દેશનો જ ભાગ છે તેવું સાબિત કર્યું છે.

controversial poster of namaste england changed - Bollywood News in Hindi