બોલીવુડ ન્યુઝ/ કરીના કપૂરે સૈફ અલી ખાનના જન્મદિવસે માલદીવથી તસવીરો શેર કરી

સૈફ અલી ખાન હવે આ વર્ષે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સતત કામ કરી રહ્યા છે. 

Entertainment
Untitled 211 કરીના કપૂરે સૈફ અલી ખાનના જન્મદિવસે માલદીવથી તસવીરો શેર કરી

આજે સૈફ અલી ખાન  51 મો જન્મદિવસ  છે.  હાલમાં તે પોતાના સમગ્ર પરિવાર સાથે માલદીવમાં છે.  પુત્ર જેહ પછી કરિના-સૈફ રજાઓ માટે આવ્યા હોય  તેવું  પ્રથમ વાર બની રહ્યું છે . કરીનાએ પોતાના સોશિયલ મીડિયા પર માલદીવની તસવીરો પરિવાર સાથે શેર કરી અને સૈફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. 

કરીનાએ બે તસવીરો શેર કરી છે.  જેમાં પહેલી તસવીરમાં કરીના સાથે સૈફ અલી ખાન, તૈમુર અને જેહ જોવા મળી રહ્યા છે. બધા રિસોર્ટમાં પૂલ પાસે બેઠા છે.  કરીનાએ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં છે જ્યારે સૈફ અલી ખાને સફેદ કુર્તા પાયજામા પહેર્યો છે. તૈમુર કેમેરા સામે જોઈને પોઝ આપી રહ્યો છે જ્યારે જેહ સૂઈ રહ્યો છે.

આ પણ વાંચો :રાજય માં ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું

બીજી તસ્વીરમાં કરીના  અને સૈફ પૂલમાં છે અને તેઓ સમુદ્ર તરફ જોઈ રહ્યા છે. કરીનાએ કેપ્શનમાં લખ્યું- ‘મારા જીવનના પ્રેમ માટે જન્મદિવસની શુભકામનાઓ ..અનંતકાળ સુધી, તમારી સાથે તે જ છે જે હું ઇચ્છું છું. 

Instagram will load in the frontend.

સૈફ અલી ખાન હવે આ વર્ષે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સતત કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે તે થોડો સમય આરામ કરવા માંગે છે. શૂટિંગમાંથી  વિરામ લઈને  તે માલદીવ્સ રિસોર્ટમાં તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.

આ પણ વાંચો :દહેરાદૂનના વિકાસનગરની એક ફેક્ટરીમાં જોવા મળ્યો બે મોઢા વાળો કોબ્રા