Not Set/ ABCD 3 માં પાકિસ્તાની ડાન્સર બનશે શ્રધ્ધા કપૂર?

મુંબઇ, દિગ્દર્શક અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની આગલી ફિલ્મ ‘એબીસીડી 3’ ત્યારથી જ ચર્ચામાં છે જ્યારે કેટરીના કૈફે આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ આ ફિલ્મમાં વરૂણ ધવનની ઑપોજિટ લીડ રોલમાં શ્રધ્ધા કપૂર સાઈન કરવામાં આવી છે. વરુણ અને શ્રધ્ધા આ પહેલા ‘એબીસીડી 2’ માં પણ લીડ રોલમાં હતા અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. […]

Uncategorized
mkk 7 ABCD 3 માં પાકિસ્તાની ડાન્સર બનશે શ્રધ્ધા કપૂર?

મુંબઇ,

દિગ્દર્શક અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની આગલી ફિલ્મ ‘એબીસીડી 3’ ત્યારથી જ ચર્ચામાં છે જ્યારે કેટરીના કૈફે આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ આ ફિલ્મમાં વરૂણ ધવનની ઑપોજિટ લીડ રોલમાં શ્રધ્ધા કપૂર સાઈન કરવામાં આવી છે. વરુણ અને શ્રધ્ધા આ પહેલા ‘એબીસીડી 2’ માં પણ લીડ રોલમાં હતા અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. હવે એક વખત ફરીથી ચાહકોને આ ડાન્સ ફિલ્મમાં આ જોડી દેખાશે.

Image result for shraddha kapoor

વરુણ આ ફિલ્મનું શૂટિંગ અમૃતસરમાં શરુ કરી ચુક્યા છે, પરંતુ શ્રદ્ધાએ અત્યાર સુધી શૂટિંગ શરૂ કર્યું નથી. એક વેબસાઈટ અનુસાર તાજેતરના અહેવાલ મુજબ, વરુણ આ ફિલ્મમાં પંજાબી યુવાનની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે શ્રધ્ધા યંગ પાકિસ્તાની ડાન્સર તરીકે ફિલ્મમાં દેખાશે. અહેવાલમાં એવું નોંધાયું છે કે મોટાભાગની ફિલ્મ લંડનમાં ફિલ્માંકન કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મની સમગ્ર ટીમ ઇંગ્લેન્ડ જવા માટે નીક્વાની છે.

Image result for shraddha kapoor

સમાચાર મુજબ, શ્રધ્ધા 10 ફેબ્રુઆરીના રોજ લંડન જશે અને ફિલ્મ ટીમમાં જોડાશે. શ્રધ્ધા પણ આ ફિલ્મ માટે નવા ડાન્સ  ફોરન શીખે છે. તેને પ્રશાંત શિંદે અને તાનિયા ટોરિયો ટ્રેનિંગ આપી રહ્યા છે. હવે જોવાનું એ છે કે વરૂણ અને શ્રધ્ધાની આ જોડી આ વખતે પ્રેક્ષકો કેટલું જાદુ ચલાવી શકે છે.