મુંબઇ,
કરણ જોહરની બહુપ્રતિક્ષિત ફિલ્મ કલંકની સ્ટારકાસ્ટ પરથી પડદો ઉઠી ગયો છે ત્યારે વરૂણ ધવન બાદ હવે આલિયા ભટ્ટના લુકનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે ફિલ્મની લીડ ફિમેલ સ્ટારનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. કલંકમાં આલિયા રૂપના પાત્રમાં જોવા મળશે,
કરણ જોહરે સોશ્યિલ મીડિયામાં પોસ્ટર લોન્ચ કરતા લખ્યું કે To love her is to love fire આલિયાનો આ લુક ઘણો શાહી લુક છે અને તે એક નવવધૂ જેવી લાગી રહી છે જેણે એન્ટિક ઘરેણા પહેર્યા છે. આલિયાએ પોતે પણ પોતાનો લુક શેર કર્યો હતો. જેને ઢગલાબંધ કોમ્પિલમેન્ટસ મળી રહ્યા છે.
કલંક એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે કરણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ફિલમ મારા માટે એક ઇમોશનલ જર્ની સમાન છે. આ ફિલ્મનો વિચાર મારા મનમાં પંદર વર્ષ પહેલા આવ્યો હતો. જ્યારે તે પ્રી પ્રોડક્શનના સ્ટેજમાં મારા પિતા પાસે હતી. ફિલ્મના ડિરેક્ટર અભિષેક વર્મા છે.
https://twitter.com/sonakshisinha/status/1103936503116292106