Not Set/ જાણો,ફિલ્મ ‘ભારત’માં દિશા પટની હશે આ ભૂમિકામાં, જોવા મળશે ડેન્જરસ સ્ટન્ટ્સ કરતી

મુંબઈ સુપરસ્ટાર સલમાન ખાન અને પ્રિયંકા ચોપડાની ફિલ્મ  ‘ભારત’માં પ્રિયંકા અને સલમાનની ભૂમિકા સ્પષ્ટ હતી પરંતુ  દિશા પટનીની ભૂમિકા અંગે કોઈ માહિતી નહતી પરંતુ  હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ફિલ્મમાં સલમાન ખાનની બહેનની ભૂમિકામાં દિશા જોવા મળશે. ‘બાગી-2’ માં ટાઇગર શ્રૉફની ઉપોજિત જોવા મળે દિશાની ભૂમિકા ફિલ્મ ‘ભારત’માં મહત્વપૂર્ણ હશે. ફિલ્મ ‘ભારત’ ની […]

Entertainment
mahiyar જાણો,ફિલ્મ 'ભારત'માં દિશા પટની હશે આ ભૂમિકામાં, જોવા મળશે ડેન્જરસ સ્ટન્ટ્સ કરતી

મુંબઈ

સુપરસ્ટાર સલમાન ખાન અને પ્રિયંકા ચોપડાની ફિલ્મ  ‘ભારત’માં પ્રિયંકા અને સલમાનની ભૂમિકા સ્પષ્ટ હતી પરંતુ  દિશા પટનીની ભૂમિકા અંગે કોઈ માહિતી નહતી પરંતુ  હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ફિલ્મમાં સલમાન ખાનની બહેનની ભૂમિકામાં દિશા જોવા મળશે. ‘બાગી-2’ માં ટાઇગર શ્રૉફની ઉપોજિત જોવા મળે દિશાની ભૂમિકા ફિલ્મ ‘ભારત’માં મહત્વપૂર્ણ હશે.

Related image

ફિલ્મ ‘ભારત’ ની સ્ટોરી વિશે વાત કરીએ તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની સ્ટોરી પર આધારિત છે. શરૂઆતમાં એવું કહેવાયું હતું કે દિશા આ ફિલ્મમાં સલમાન ખાનની ભૂમિકામાં લવ ઈંટ્રેસ્ટનું પાત્ર ભજવશે પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે દિશા એક એવી છોકરીની ભુમિકા કરી રહી છે કે જે સર્કસમાં કામ કરી રહી છે.

Related image

ફિલ્મમાં દિશા ખતરનાક સ્ટન્ટ્સ કરતી જોઇ મળશે. મૂવી ક્રૂ દિશાની ભૂમિકાને છુપાવી રહ્યા છે. માહિતી અનુસાર, મેકર્સ નથી ઈચ્છતા કે દિશા વિશે કોઇ પણ માહિતી લીક થાય. જણાવી દઈએ કે સલમાન ખાનની ‘ભારત’ સાથે લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં પરત ફરી રહી છે.