મુંબઈ
બોલીવુડ સુપરસ્ટાર ‘ઈરફાન ખાન‘ ‘ન્યુરોઈન્ડૉક્રાઇન ટ્યૂમર’ જેવી ગંભીર બીમારીનો સામનો હાલ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ઈરફાન હાલ લંડનમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. બીમારીથી ઝુઝુમી રહેલા અભિનેતાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ અપલોડ કરી હતી. શેર કરેલ પોસ્ટ દ્રારા જાણી શકાય છે કે ઈરફાન હાલ કઈ રીતે પોતાની બીમારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તેમના ફ્રેન્સ પણ ઈરફાનની બીમારીને લઈને ભગવાનને ‘પર્થના’ કરી રહ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા દ્રારા સ્પોટ પણ કરી રહ્યા છે.
ઈરફાનને ‘ઇન્સ્ટાગ્રામ’ પર પોસ્ટ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે જર્મનના કવિ ‘રાયનર મારિયા રિલ્કે’થી લખવાનું શરૂ કર્યું હતું તેમણે લખ્યું કે આ તો કંઈ જ પરિસ્થિતિ નથી એટલા માટે બસ આગળ વધતા રહો અને ક્યારે પોતેને હારેલા છો તેમ ના માનો.
ઈરફાને આગળ લખ્યું કે બસ એક કોશિશ હોવી જોઈએ કે ‘જ્યોતિ’ની જેમ ચમકતા રહીએ.
https://instagram.com/p/BghKcfdn3K3/?utm_source=ig_embed&utm_campaign=embed_ufi_test&action=save
તમને જણાવી દઈએ કે, જ્યારથી ઈરફાનની બીમારીની વાત સામે આવી છે ત્યારથી બોલીવુડના સ્ટાર અને ઈરફાનના ફ્રેન્સ તેમની સાથે સોશિયલ મીડિયા દ્રારા સંકળાયેલા જ છે. અને જો તમની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો જલ્દી જ ફિલ્મ ‘બ્લેકમેલ’માં ‘કીર્તિ કુલ્હારી’ના સાથે જોવા મળશે.
