Not Set/ મારા અને અજયના પરિવારજનો અમારા લગ્નથી ખુશ નહોતા : કાજોલ

મુંબઇ, કાજોલની ફિલ્મ કુછ કુછ હોતા હે એ 20 વર્ષ પૂર્ણ કરી લીધા છે. કરણ જોહરે આ ખાસ દિવસે આલીશાન પાર્ટી રાખી. જેમા કાજોલ સહિતના ફિલ્મ સ્ટાર કાસ્ટ નજરે પડ્યા. હાલમાં જ કાજોલે નેહા ધુપિયાના ચેટ શોમાં હાજરી આપી. આ દરમ્યાન તેમને ફિલ્મથી લઇને પર્સનલ લાઇફ સુધીની વાતો કરી. નેહાના શોમાં કાજોલે અજય દેવગનની સાથે લગ્નના સમયની […]

Uncategorized
aja મારા અને અજયના પરિવારજનો અમારા લગ્નથી ખુશ નહોતા : કાજોલ

મુંબઇ,

કાજોલની ફિલ્મ કુછ કુછ હોતા હે એ 20 વર્ષ પૂર્ણ કરી લીધા છે. કરણ જોહરે આ ખાસ દિવસે આલીશાન પાર્ટી રાખી. જેમા કાજોલ સહિતના ફિલ્મ સ્ટાર કાસ્ટ નજરે પડ્યા. હાલમાં જ કાજોલે નેહા ધુપિયાના ચેટ શોમાં હાજરી આપી. આ દરમ્યાન તેમને ફિલ્મથી લઇને પર્સનલ લાઇફ સુધીની વાતો કરી.

નેહાના શોમાં કાજોલે અજય દેવગનની સાથે લગ્નના સમયની કેટલીક વાતો પણ શેર કરી. કાજોલે જણાવ્યું કે કોઇ પણ અમારા લગ્નથી ખુશ ન હતા. મારા પરિવાર વાળા સિવાય અજયના પરિવારજન આ લગ્નથી ખુશ નહોતા. જ્યારે મારા પિતાને મેં આ વાત જણાવી કે હું અજય સાથે લગ્ન કરવા માંગુ છું તો તે દુખી થઇ ગયા અને તેમને મારી સાથે એક અઠવાડિયું વાત ન કરી.મારા પિતાએ મને કહ્યું કે તું કેમ લગ્ન કરવા માંગે છે. તુ હાલ જવાન છે અને તારુ કરિયર પણ સારુ ચાલી રહ્યું છે.

કાજોલ કહે છે કે હું અને અજય ખૂબ જ અલગ છીએ. ઘણા લોકએ અમને સાથે જોયા છે પરંતુ સમજ્યા નથી.અમે સાથે કામ કર્યું અને અમારા રિલેશનશિપની તાલમેલ બનાવી. અમે બન્ને મળીને એક જ છીએ અને અમારા બન્ને બાળક અમારા હાથ.

જણાવી દઇએ કે બન્ને કલાકાર 24 ફેબ્રુઆરી, 1999એ લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા.કાજોલે શોમાં તેના બાળકો અંગે પણ વાત કરી કે તેમના બાળકોને તેમની ફિલ્મ સારી લાગતી નથી. તેમના સંતાનો માતા-પિતાની ફિલ્મની જોવાનું પસંદ કરતા નથી