Not Set/ નાના પાટેકરે શુટિંગ બંધ કર્યું ? શું છે સચ્ચાઇ, જાણો

મુંબઇ નાના પાટેકરને લઈને તનુશ્રી દત્તાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને ન્યુઝ આવી રહ્યા છે કે નાના હાલ ફિલ્મ ‘હાઉસફુલ 4’ના શુટિંગ માટે નથી આવી રહ્યા. મળતી માહિતી મુજબ તનુશ્રીના આ નિવેદન પછી નાના પાટેકર ખુબ જ પરેશાન છે અને તેઓ એ હાલતમાં નથી કે ફિલ્મનું શુટિંગ કરી શકે. ડાયરેક્ટર તેમના ભાગનું શુટિંગ પછી કરશે. […]

Uncategorized
jjuk નાના પાટેકરે શુટિંગ બંધ કર્યું ? શું છે સચ્ચાઇ, જાણો

મુંબઇ

નાના પાટેકરને લઈને તનુશ્રી દત્તાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને ન્યુઝ આવી રહ્યા છે કે નાના હાલ ફિલ્મ ‘હાઉસફુલ 4’ના શુટિંગ માટે નથી આવી રહ્યા.

મળતી માહિતી મુજબ તનુશ્રીના આ નિવેદન પછી નાના પાટેકર ખુબ જ પરેશાન છે અને તેઓ એ હાલતમાં નથી કે ફિલ્મનું શુટિંગ કરી શકે. ડાયરેક્ટર તેમના ભાગનું શુટિંગ પછી કરશે. જો કે સુત્રોએ આ વાતને અફવાઓ કહી છે.

Related image

સુત્રોના જણાવ્યા પ્રમાણે નાના પાટેકર ફિલ્મના સેટ પર જ છે અને શુટિંગમાં ઘણા ઇન્વોલ્વ છે. તેઓએ જણાવ્યું છે કે આશરે આવતા વીક સુધી નાના તેમનું શુટિંગ પણ પૂર્ણ કરી દેશે અને પછી મુંબઈ પરત આવશે.

આ ફિલ્મને સાજીદ ખાન દ્રારા નિર્દેશિત અને સાજીદ નડિયાદવાલા દ્રારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 26 ઓક્ટોમ્બર 2019 રિલીઝ કરવામાં આવશે.

Related image

આપને જાણવી દઈએ કે નાના પાટેકર પર તનુશ્રીએ વર્ષ 2008માં ફિલ્મ ‘હોર્ન ઓક પ્લીઝ’ના સેટ પર પજવણી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેને કહ્યું હતું કે “તેમણે મારી કારને નુકસાન પહોંચાડવા માટે એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્મિત સેના) ના કાર્યકરોને બોલાવ્યા હતા અને કોરિઓગ્રાફર ગણેશ આચાર્ય દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું.