Not Set/ ત્રણેય ખાન સાથે સ્ક્રીન શેર કરી ચુકેલ નવાઝુદ્દીન સિદ્દકી હવે રજનીકાંત સાથે સ્ક્રીન શેર

મુંબઈ  બોલિવૂડના સલમાન, શાહરૂખ અને આમીર ત્રણેય સાથે સ્ક્રીન શેર કરી ચુકેલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દકી હવે  સાઉથના સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરતો નજરે પડશે. જણાવીએ કે, નવાઝુદ્દીન પોતાની આગામી ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કાર્તિક સબ્બારાજ કરશે. ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે સિમરન નજરે પડશે. સન પિક્ચર્સ બેનર હેઠળ બની રહેલ આ […]

Uncategorized
mahi ww ત્રણેય ખાન સાથે સ્ક્રીન શેર કરી ચુકેલ નવાઝુદ્દીન સિદ્દકી હવે રજનીકાંત સાથે સ્ક્રીન શેર

મુંબઈ 

બોલિવૂડના સલમાન, શાહરૂખ અને આમીર ત્રણેય સાથે સ્ક્રીન શેર કરી ચુકેલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દકી હવે  સાઉથના સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરતો નજરે પડશે. જણાવીએ કે, નવાઝુદ્દીન પોતાની આગામી ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે જોવા મળશે.

આ ફિલ્મનું નિર્દેશન કાર્તિક સબ્બારાજ કરશે. ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે સિમરન નજરે પડશે. સન પિક્ચર્સ બેનર હેઠળ બની રહેલ આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દકી એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે.  રજનીકાંત પહેલા જ ફિલ્મના પ્રથમ ભાગનુ શુટિંગ દાર્જિલિંગ અને દેહરાદુનમાં શુટ કરી ચુક્યા છે. જ્યારે હાલ બીજા ભાગનુ શુટિંગ દેહરાદુનમાં ચાલી રહ્યુ છે.

સન પિક્ચર્સે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપી હતી. સન પિક્ચર્સે નવાઝુદ્દીન સિદ્દકી અને સિમરનનો ફોટો શેર કર્યો હતો અને સાથે જ આ ફોટોમાં સુપરસ્ટાર રજનીકાંતનુ પણ નામ લખવામાં આવ્યુ છે.  જોકે, ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દકી, સિમરન અને રજનીકાંતના પાત્રને લઈ હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આપને જણાવી દઈએ કે, રજનીકાંત હાલ અક્ષય કુમાર, એમી જેક્શન સાથેની ફિલ્મ 2.0ની રીલીઝની રાહ જોઈ રહ્યા છે.