Not Set/ નીતુ કપૂરના આ ફોટાએ લાખો લોકોની આંખો ખોલી..

મુંબઇ, આજના ડિજિટલ યુગમાં વ્યક્તિ મોબાઇલની માયાજાળમાં એટલો ઉલઝેલો રહે છે કે તેને આજુબાજુ નું પણ ભાન રહેતું નથી હોતું.આજકાલ અમેરિકામાં પોતાની બીમારીની સારવાર કરાઈ રહેલા રિશી કપૂરનો મોબાઈલ વાપરતો આ ફોટો આંખ ખોલનારો છે. રિશી કપૂરની પત્ની નીતુ કપૂરે તેમના ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે.જેને મોર્ડન જમાનાની સૌથી મોટી પરેશાનીમાંથી એક સમજાય […]

Uncategorized
gqgq 11 નીતુ કપૂરના આ ફોટાએ લાખો લોકોની આંખો ખોલી..

મુંબઇ,

આજના ડિજિટલ યુગમાં વ્યક્તિ મોબાઇલની માયાજાળમાં એટલો ઉલઝેલો રહે છે કે તેને આજુબાજુ નું પણ ભાન રહેતું નથી હોતું.આજકાલ અમેરિકામાં પોતાની બીમારીની સારવાર કરાઈ રહેલા રિશી કપૂરનો મોબાઈલ વાપરતો આ ફોટો આંખ ખોલનારો છે.

રિશી કપૂરની પત્ની નીતુ કપૂરે તેમના ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે.જેને મોર્ડન જમાનાની સૌથી મોટી પરેશાનીમાંથી એક સમજાય છે.

નીતૂ એ ટ્વીટર પર તસવીર શેર કરતાં લખ્યું કે લંચ ડેટ…લગ્નના 38 વર્ષ બાદ આ જ હોય છે. પતિ ફોન પર છે અને હું સેલ્ફીઓ ખેંચી રહી છું. આ તસવીરમાં રિશી પોતાની સાથે હોવા છતાંય પોતાના ફોન પર ખૂબ જ વ્યસ્ત દેખાઇ રહ્યાં છે.

નીતુ કપૂરની અસ તસવીરને 1લાખ કરતાં પણ વધુ લાઈક મળી છે.મોબાઇલે સબંધ વચ્ચે ઍટલું અંતર લાવી દીધું છે કે પતિ પત્ની સામ સામે બેઠેલા હોવા છતાં તેઓ પાસે રૂબરૂ વાતચીતનો સમય નથી.નીતુના આ ફોટા પર જે કમેન્ટ આવી છે તેમાં પણ લોકોએ આ તસવીરને આઇ ઓપનર કહી છે.

રિશી કપૂરને કેન્સર ..?

રિશી કપૂર છેલ્લા દોઢ મહિનાથી ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહ્યા છે..જો કે તેમની બીમારી વિશે હજુ કોઈ માહિતી બહાર નથી આવી નીતુએ  આ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું હેપ્પી 2019, આ વર્ષે કોઇ રિઝોલ્યુશન નહીં, બસ બધા માટે દુઆઓ. આશા વ્યક્ત કરું છું કે આ વર્ષે પ્રદૂષણ અને ટ્રાફિક ઓછો થશે. આશા છે કે કેન્સર આવનારા દિવસોમાં માત્ર એક ઝોડિયાક સાઇન સુધી જ સીમિત હશે. કોઇ નફરત નહીં, કોઇ ગરીબી નહીં. બધાને પ્રેમ અને સૌથી જરૂરી…સારું સ્વાસ્થ્ય