Not Set/ નેહા-અંગદ બેદીએ દીકરીનું નામ રાખ્યું ‘મેહર’, શેર કર્યો પ્રથમ ફોટો

મુંબઇ, એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદી 18 નવેમ્બરે  બેબી ગર્લના માતા-પિતા બન્યા છે. આજે નેહાએ પોતાની દીકરીનો પ્રથમ ફોટો સોશિઅલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો સાથે નેહાએ પણ જણાવ્યું છે કે તેઓ તેમના દીકરીનું નામ મેહર ધૂપિયા બેદી રાખ્યું છે.  નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પુત્રીનો ફોટો શેર કરી કેપ્શનમાં  લખ્યું, ‘આખી […]

Trending Entertainment
qqll 1 નેહા-અંગદ બેદીએ દીકરીનું નામ રાખ્યું 'મેહર', શેર કર્યો પ્રથમ ફોટો

મુંબઇ,

એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદી 18 નવેમ્બરે  બેબી ગર્લના માતા-પિતા બન્યા છે. આજે નેહાએ પોતાની દીકરીનો પ્રથમ ફોટો સોશિઅલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો સાથે નેહાએ પણ જણાવ્યું છે કે તેઓ તેમના દીકરીનું નામ મેહર ધૂપિયા બેદી રાખ્યું છે.

 નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પુત્રીનો ફોટો શેર કરી કેપ્શનમાં  લખ્યું, ‘આખી દુનિયાને હેલો કહી રહી કહે છે’ મેહર ધૂપિયા બેદી ‘. જો કે આ તસ્વીરમાં નેહાએ પોતાની દીકરીનો ચહેરો બતાવ્યો નથી, પરંતુ ફોટોમાં બાળકીની નાના-નાના પગ દેખાય છે.

Instagram will load in the frontend.

નેહાએ ફોટો શેર કર્યા પછી જ ફેન્સ આ કપલને માતા-પિતા બન્યાની સુભેચ્છાઓ મબારકબદ આપવા લાગ્યા. કેટલાક લોકોએ આ વાતની પ્રશંસા પણ કરી છે કે દીકરીને માતા-પિતા બંનેની સરનેમ આપવામાં છે. આ ફોટો પર સોનાક્ષી સિન્હાએ કોમેન્ટ કરી કે, ‘મેહર..ખુબસૂરત બાળકી માટે એક સુંદર નામ’.

આપને જણાવી દઈએ કે આ વર્ષના મે મહિનામાં અચાનક લગ્ન કર્યા પછી નેહા અને અંગદે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. લગ્ન પછી તરત, નેહાએ ઓગસ્ટમાં તેને તેની પ્રેગ્નેશીની ઘોષણા કરી હતી. આ પછી નેહા ધુપિયાએ સોશિઅલ મીડિયા પરના બેબી બમ્પ સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ શેર કરી કર્યા હતા.