Chamoli/ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટ્યું, ભારે તબાહી,હરિદ્વાર સુધી એલર્ટ જાહેર,200 તણાયા, 10 મોત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીઓ છલકાતા ભારે તબાહી થઈ છે. ગ્લેશિયર ફાટવાના કારણે ધૌલી નદી છલકાઇ છે. આને કારણે ચમોલીથી હરિદ્વાર સુધીનું જોખમ વધ્યું છે. બાતમી મળતાં વહીવટી ટીમ

Trending
1

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ:
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ધસી પડ્યું
જોશીમઠ નજીક ડેમ તૂટી પડતા ભારે તબાહી
ડેમ તુટતા અનેક લોકો પાણીમાં તણાયા
ડેમ પાસે કામ કરી રહેલા મજુરો તણાયા
ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન
બચાવ કામગીરી શરૂ કરાઈ
ચમોલીથી હરિદ્વાર સુધી એલર્ટ જાહેર,200 તણાયા, 10 મોત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીઓ છલકાતા ભારે તબાહી થઈ છે. ગ્લેશિયર ફાટવાના કારણે ધૌલી નદી છલકાઇ છે. આને કારણે ચમોલીથી હરિદ્વાર સુધીનું જોખમ વધ્યું છે. બાતમી મળતાં વહીવટી ટીમ સ્થળ પર રવાના થઈ ગઈ છે.અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવવાના કારણે ડેમ તુટતા 50 થી વધુ લોકો ગુમ થયા છે. એસબીઆઈની 10 ટીમો પણ સ્થળ પર પહોંચી છે.ડેમ પાસે કામ કરી રહેલા  200 થી વધુ લોકો તણાયા હોવાની આશંકા છે.હાલ ચમોલી જિલ્લાના નદી કિનારે વસતા લોકોને પોલીસે લાઉડ સ્પીકર દ્વારા એડ કર્યા છે તેમજ ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ ને પણ મોટાપાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.ચમોલીથી ઋષિકેશ અને શ્રીનગરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Image result for image of Glacier erupts in Chamoli, Uttarakhand

violence case / દિલ્હી ટ્રેક્ટર પરેડ હિંસા કેસમાં બે ખેડૂત નેતાઓને સસ્પેન્ડ કરતો કિસાન મોરચો

જોશીમઠ પોસ્ટ પરથી માહિતી આપતાં હેડ કોન્સ્ટેબલ મંગલસિંહે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન જોશીમઠ પાસેથી તેમને બાતમી મળી હતી કે રૈની ગામમાં હિમનદી તૂટી ગઈ હોવાનું જાણવા મળે છે. દરમિયાન વહીવટી ટીમ સ્થળ પર રવાના થઈ ગઈ છે.ગ્લેશિયર તૂટવાના સમાચાર મળ્યા બાદ વહીવટીતંત્રે શ્રીનગરના ધારી દેવી મંદિરને ખાલી કરાવ્યું છે.

Image result for image of Glacier erupts in Chamoli, Uttarakhand

ચમોલીના પોલીસે જણાવ્યું હતું કે સામાન્ય જનતાને સૂચિત કરી રહ્યા છીએ કે તપોવન રેણી વિસ્તારમાં આવતા ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે તેથી નદીઓની જળ સપાટી સતત વધી રહી છે.જેના કારણે અલકનંદા નદી કિનારે વસતા લોકોને અપીલ કરવામાં આવી છે કે ઝડપથી સુરક્ષિત જગ્યા પર જતાં રહે.

Image result for image of Glacier erupts in Chamoli, Uttarakhand

World / મ્યાનમારમાં લશ્કરી બળવા સામે ઉગ્ર વિરોધ, 12 લોકોના થયા મોત

ચમોલીના DMએ અધિકારીઓને ઘૌલી ગંગા નદી કિનારે વસેલા લોકોને ગામ ખાલી કરવાનો નિર્દેશ આપી દીધો છે, જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે રવાના થઇ ચુક્યા છે.

ઉત્તરાખંડના સીએમ રાવતે જણાવ્યું હતું કે ચમોલી જિલ્લામાં થી એક કુદરતી આફત અંગેની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો અને સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

Image result for image of Glacier erupts in Chamoli, Uttarakhand

 

Sports / સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ની ચૂંટણી શરુ, બંને પેનલો દ્વારા ક્રિકેટના વિકાસ માટે કરાયા છે દાવા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…