Not Set/ #indvsaus : ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-૨૦ પહેલા જાહેર કરાઈ ૧૨ સભ્યોની ભારતીય ટીમ

બ્રિસબેન, ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસે છે ત્યારે હવે પોતાના અભિયાનની શરૂઆત બુધવારથી કરવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનના ગ્રાઉન્ડ પર ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચ રમાવવાની છે. ત્રણ મેચની શ્રેણીની શરૂઆત પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. Brisbane: Indian […]

Trending Sports
kohli 1 #indvsaus : ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-૨૦ પહેલા જાહેર કરાઈ ૧૨ સભ્યોની ભારતીય ટીમ

બ્રિસબેન,

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસે છે ત્યારે હવે પોતાના અભિયાનની શરૂઆત બુધવારથી કરવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનના ગ્રાઉન્ડ પર ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચ રમાવવાની છે.

ત્રણ મેચની શ્રેણીની શરૂઆત પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

જો કે આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પ્રથમ ટી-૨૦ ટીમ માટે ૧૨ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

૧૨ સભ્યોની ટીમમાં સ્ફોટક બેટ્સમેન ઋષભ પંત, કે એલ રાહુલ અને દિનેશ કાર્તિક એમ ત્રણેય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૧૨ સભ્યોની ભારતીય ટીમ :

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), શિખર ધવન, કે એલ રાહુલ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, યુજવેન્દ્ર ચહલ.

૩ ટી-૨૦ મેચનો કાર્યક્રમ :

પ્રથમ ટી -૨૦ : ૨૧ નવેમ્બર, બ્રિસબેન

બીજી ટી -૨૦ : ૨૨ નવેમ્બર, મેલબર્ન

ત્રીજા ટી -૨૦ : ૨૫ નવેમ્બર સિડની