Not Set/ નાઈગ્રા ધોધ પર પહેલીવાર થશે દિવાળીની ઉજવણી, આતશબાજી સાથે થશે જશ્ન

કેનેડામાં નાઈગ્રા ધોધ પર પહેલીવાર દિવાળીનો તહેવાર ઉજવાશે એ પણ પુરા ફટાકડાનાં જશ્ન સાથે. દુનિયામાં પ્રવાસ પર્યટન માટે ખુબ જ જાણીતો છે નાઈગ્રા ફોલ. આ વર્ષે પ્રથમવાર દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. નોન પ્રોફિટ ઇન્ડો- કેનેડીયન આર્ટસ કાઉન્સિલ (ICAC) દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે નાઈગ્રા પાર્કસ કમીશનનાં સપોર્ટ સાથે. ICAC નાં ફાઉન્ડર અજય […]

Top Stories World Trending
niagara falls નાઈગ્રા ધોધ પર પહેલીવાર થશે દિવાળીની ઉજવણી, આતશબાજી સાથે થશે જશ્ન

કેનેડામાં નાઈગ્રા ધોધ પર પહેલીવાર દિવાળીનો તહેવાર ઉજવાશે એ પણ પુરા ફટાકડાનાં જશ્ન સાથે. દુનિયામાં પ્રવાસ પર્યટન માટે ખુબ જ જાણીતો છે નાઈગ્રા ફોલ. આ વર્ષે પ્રથમવાર દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

નોન પ્રોફિટ ઇન્ડો- કેનેડીયન આર્ટસ કાઉન્સિલ (ICAC) દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે નાઈગ્રા પાર્કસ કમીશનનાં સપોર્ટ સાથે.

NFfireworkslights નાઈગ્રા ધોધ પર પહેલીવાર થશે દિવાળીની ઉજવણી, આતશબાજી સાથે થશે જશ્ન
first time fireworks to ring in Diwali at Niagara Falls in Canada

ICAC નાં ફાઉન્ડર અજય મોદી દિવાળીની ઉજવણી માટેની પરવાનગી મળતાં ખુબ જ રોમાંચિત થઇ ગયા હતા. એમણે કહ્યું કે, ‘અમે કેનેડામાં દિવાળી માટે એક સરસ જગ્યા ઈચ્છતા હતાં અને એક આયકોનીક લોકેશન ઈચ્છતા હતા.’ એમણે જણાવ્યું કે અમે લોકલ ઓથોરીટી સાથે પાછલાં ઘણાં વર્ષોથી કામ કરતાં હતાં આ સપનાને હકીકતમાં બદલવા માટે.

આ વર્ષે દિવાળી 7 નવેમ્બરે છે પરંતુ  દિવાળીનું જશ્ન 14 ઓક્ટોબરે થશે. કારણકે અહીનું વાતાવરણ આઉટ ડોર ઇવેન્ટ માટે અનુકુળ હોતું નથી. મોદીએ જણાવ્યું કે, ‘કેનેડાનો આ એક ડ્રોબેક છે કે અહિયાં ખુબ ઠંડી પદે છે.’

winterfestivaloflights નાઈગ્રા ધોધ પર પહેલીવાર થશે દિવાળીની ઉજવણી, આતશબાજી સાથે થશે જશ્ન
first time fireworks to ring in Diwali at Niagara Falls in Canada

કેનેડામાં ઘણાં બધા ભારતીયો રહે છે અને આ દિવાળી જશ્ન સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે શરુ થશે. ત્યારબાદ સાંજે ફટાકડાનો શો થશે. આ જ્ગ્યાએ આતશબાજીનાં જશ્ન સાથે બીજા તહેવારોનું પણ જશ્ન થાય છે જેવાં કે કેનેડા દિવસ વગેરે.