Not Set/ 15 વર્ષ પછી આ ગુના માટે દલેર મહેંદીને મળી 2 વર્ષની સજા, ધરપકડ બાદ જામીન પર છુટ્યા દલેર

પંજાબ, પંજાબની એક સ્થાનિક કોર્ટે મશહૂર સિંગર દલેર મહેંદીને માનવ તસ્કરી મામલે દોષી જાહેર કર્યો છે. દલેર મહેંદીને 2 વર્ષની સજાની સુનાવણી કરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર દલેર મહેંદીના ભાઇ સમશેરસિંહને પણ અદાલતે દોષીત જાહેર કર્યો છે. દલેર મહેંદી હાલ તો પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. રિપોર્ટ્સના મતે દલેર અને તેના ભાઇને ગેરકાયદે લોકોને વિદેશ […]

Top Stories
15 વર્ષ પછી આ ગુના માટે દલેર મહેંદીને મળી 2 વર્ષની સજા, ધરપકડ બાદ જામીન પર છુટ્યા દલેર

પંજાબ,

પંજાબની એક સ્થાનિક કોર્ટે મશહૂર સિંગર દલેર મહેંદીને માનવ તસ્કરી મામલે દોષી જાહેર કર્યો છે. દલેર મહેંદીને 2 વર્ષની સજાની સુનાવણી કરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર દલેર મહેંદીના ભાઇ સમશેરસિંહને પણ અદાલતે દોષીત જાહેર કર્યો છે. દલેર મહેંદી હાલ તો પંજાબ પોલીસની કસ્ટડીમાં છે.

રિપોર્ટ્સના મતે દલેર અને તેના ભાઇને ગેરકાયદે લોકોને વિદેશ મોકલવામાં દોષિત ગણાવ્યા છે. આ બંને લોકોને પોતાના ક્રૂ મેમ્બર ગણાવી વિદેશ લઇ જતા હતા. તેના માટે તેઓ લોકો પાસેથી પૈસા લેતા હતા.

,

દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંહ પર આરોપ હતો કે એડમિનિસ્ટ્રેશનને છેતરીને કેટલાક લોકોને પોતાની ટીમ સાથે ગેરકાયદેસર રીતે વિદેશ લઇ ગયા હતા. આરોપ એમ હતો કે દલેર મહેંદી જયારે તેમના શો માટે વિદેશ માટે જતા ત્યારે કેટલાક લોકોને પોતાની સાથે વિદેશમાં લઈ જતા. આ માટે તેમણે ખાસી મોટી રકમ વસૂલી હતી.

આ મામલો ૧૯૯૮થી ૨૦૦૩ વચ્ચેનો છે. ૧૯૯૮ અને ૧૯૯૯ દરમ્યાન આ બંને ભાઇઓએ ૧૦ લોકોને ગેરકાયદે અમેરિકા પહોંચાડ્યા હતા. બખ્શીશ સિંહ નામના વ્યક્તિએ ૨૦૦૩ની સાલમાં દલેર મહેંદીની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જ પોલીસે આ કેસમાં FIR નોંધાવી હતી. ધરપકડ બાદ દલેર મહેંદીને થોડાક જ સમય બાદ પંજાબની પટિયાલા કોર્ટે જામીન આપ્યા છે.