Not Set/ નીરજ પાંડે બનાવી રહ્યા છે ‘ચાણક્ય’ પર ફિલ્મ, અજય દેવગણ જોવા મળશે મુખ્ય ભૂમિકામાં

મુંબઈ ફિલ્મના નિર્માતા નીરજ પાંડે, ઇતિહાસના મહાન વિચારક અને શિક્ષક, ‘ચાણક્ય’ પર ફિલ્મ બનાવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ચાણક્ય’ હશે અને અભિનેતા અજય દેવગણ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે. અજય તેના ટ્વિટર હેન્ડલ સાથે ટ્વિટ કર્યું છે કે,, “ભારતીય ઇતિહાસમાં સૌથી મહાન વિચારકો પૈકી એક, હું ચાણક્યનો કિરદાર કરવા માટે હું ઉત્સાહિત છું. રિલાયન્સ […]

Entertainment
mahiuj e1531292311526 નીરજ પાંડે બનાવી રહ્યા છે 'ચાણક્ય' પર ફિલ્મ, અજય દેવગણ જોવા મળશે મુખ્ય ભૂમિકામાં

મુંબઈ

ફિલ્મના નિર્માતા નીરજ પાંડે, ઇતિહાસના મહાન વિચારક અને શિક્ષક, ‘ચાણક્ય’ પર ફિલ્મ બનાવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ચાણક્ય’ હશે અને અભિનેતા અજય દેવગણ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે. અજય તેના ટ્વિટર હેન્ડલ સાથે ટ્વિટ કર્યું છે કે,, “ભારતીય ઇતિહાસમાં સૌથી મહાન વિચારકો પૈકી એક, હું ચાણક્યનો કિરદાર કરવા માટે હું ઉત્સાહિત છું.

રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટમાં પ્રોડક્શનમાં  બની રહેલ, આ ફિલ્મ, ચાણક્યના જીવન, તેમના શિક્ષાઓ, રાજનીતિ અને અર્થશાસ્ત્ર અંગેના તેમના વિચારો પર આધારિત હશે. નીરજે કે, જેમણે એ બુધવાર, સ્પેશલ 26, બેબી, રુસ્તમ, એમ.એસ. ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી, નામ શબાના અને ટોયલેટ એ પ્રેમ કથા જેવી ફિલ્મો બનાવી છે, આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ હશે.

નીરજ પાંડે તેની ફિલ્મોમાં ખૂબ જ અલગ અંદાજ અને દર્શ્વવા માટે જાણીતા છે. તેઓ અત્યાર સુધી દેશભક્તિ આધારિત ફિલ્મો વધુ કરો રહ્યા છે. આ પહેલી વાર હશે કે તે એક પીરિયડ ડ્રામા ફિલ્મ બનાવશે. આ અગાઉ, તમે ચાણક્ય પર આધારિત ઘણી ટીવી સીરીયલ અને ફિલ્મો જોઈ છે. પરંતુ જ્યારે નીરજ પાંડે ફિલ્મ દિગ્દર્શન કરે છે, ત્યારે દેખીતી રીતે અપેક્ષાઓ વધે છે.