Not Set/ પાટીદાર શહીદ યાત્રા મોરબી પહોંચી, ન્યાય નહિં મળે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી

મોરબી, પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલી પાટીદાર શહીદ યાત્રા મોરબી પહોંચી હતી. મોરબીમાં શહીદ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાસ નેતા દિલીપ સાંબવાએ શહીદ યાત્રામાં મૂકેલી માંગણીઓ જો સરકાર દ્વારા સ્વીકારવામાં નહિં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને યાત્રામાં જે સરદાર પટેલની મૂર્તિ અને જે પાટીદારો […]

Top Stories Gujarat Trending
Digant Sompura 2 પાટીદાર શહીદ યાત્રા મોરબી પહોંચી, ન્યાય નહિં મળે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી

મોરબી,

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલી પાટીદાર શહીદ યાત્રા મોરબી પહોંચી હતી. મોરબીમાં શહીદ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાસ નેતા દિલીપ સાંબવાએ શહીદ યાત્રામાં મૂકેલી માંગણીઓ જો સરકાર દ્વારા સ્વીકારવામાં નહિં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને યાત્રામાં જે સરદાર પટેલની મૂર્તિ અને જે પાટીદારો શહીદ થયા છે તેમની મૂર્તિઓનું ત્રિવિધ ધામ અમદાવાદ મહેસાણા હાવ-વે પર બનાવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

Digant Sompura 3 પાટીદાર શહીદ યાત્રા મોરબી પહોંચી, ન્યાય નહિં મળે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી

શહીદ યાત્રા આજે સવારે 10 વાગ્યે મોરબીથી નીકળી ટંકારા તાલુકામાં પ્રવેશી હતી અને જ્યાં પ્રથમ શનાળા અને વિરપર ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Digant Sompura 4 પાટીદાર શહીદ યાત્રા મોરબી પહોંચી, ન્યાય નહિં મળે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી

આ શહીદ યાત્રા લઈને નીકળેલા દિલીપ સાંબવા એ તેમને શહીદ યાત્રા દરમિયાન મુકેલી માંગણીઓ સરકાર નહિ સ્વીકારે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને પાસના અગ્રણી હાર્દિક પટેલ મોરબીના નટરાજ ફાટકથી જોડાયને મોરબી શહેરમાં શહીદ યાત્રાની સાથે રહ્યા હતા અને શનાળા રોડ ઉપરના સરદાર પટેલ ન પ્રતિમાને ફુલહાર કરી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા અને શહીદ યાત્રાની સાથે રહેલા પાસના અગ્રણીઓ અને કાર્યકરો મોરબીમાં પાટીદાર હોલ ખાતે રાતવાસો કર્યો હતો અને આજે સવારે ટંકારા તાલુકામાં જવા માટે પ્રસ્થાન કર્યું હતું.

આ યાત્રા રાજ્યના ૯૭ જેટલા મોટા તાલુકા  સહિત અનેક ગામો ફરશે. આ યાત્રામાં 14 શહીદ યુવાનોની પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાખવામાં આવશે. આજથી 3 વર્ષ પહેલા કરવામાં આવેલા પાટીદાર અનામત આંદોલનમાં જે 14 લોકો શહિદ થયા હતા, તેમને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.