પાકિસ્તાન/ બોલિવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરના પૂર્વજોના ઘરો સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવશે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે મંગળવારે પેશાવરમાં બોલિવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરના પૂર્વજોના ઘરોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. જેને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવશે.

Entertainment
corona 1 2 બોલિવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરના પૂર્વજોના ઘરો સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવશે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે મંગળવારે પેશાવરમાં બોલિવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરના પૂર્વજોના ઘરોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. જેને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવશે.

પેશાવર ડિસ્ટ્રિક્ટ કમિશનર કેપ્ટન (નિવૃત્ત) ખાલિદ મહેમૂદે અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરઓના ઘરોના હાલના માલિકોના હક્ક ને ખારીજ કર્યો છે. અને બંને મકાનોનો પુરાતત્ત્વીય વિભાગને સોંપવાનો આદેશ આપ્યો. જિલ્લા કમિશનરની કચેરીએ જારી કરેલા જાહેરનામા મુજબ, “દિલીપ કુમાર અને રાજ કપૂરનું ઘર હસ્તગત વિભાગ એટલે કે ડિરેક્ટર પુરાતત્ત્વ અને સંગ્રહાલયોના નામે રહેશે.”આ બંને દિગ્ગજોના ઘર પર જેનો કબ્જો હતો તેને નોટીસ પણ આપવામાં આવી હતી. પરંતુ ઘરનો માલિકી હક જે ધરાવતાં હતા તેઓએ આ હવેલીઓ વહેચવાની મનાઈ કરી હતી.

पाकिस्तान ने दिलीप कुमार, राज कपूर के पैतृक घरों को खरीदने की मंजूरी दी, जानें क्या होगी कीमत

દિલીપ કુમારની આ હવેલીની કિંમત 34 લાખ જયારે રાજકપૂરની હવેલીની કિંમત રૂ.54લાખ નક્કી કરવામાં આવી છે. પાકિસ્તાનના ચલણ મુજબ દિલીપકુમારની હવેલીની કિંમત 72લાખ જયારે રાજકપૂરની હવેલીની કિંમત રૂ.1કરોડ 15લાખ નક્કી કરવામાં આવી છે.

જોકે, રાજ કપૂરની પૂર્વજોની હવેલીના માલિક અલી કાદિરે 20 કરોડ રૂપિયાની માંગ કરી હતી જ્યારે દિલીપ  કુમારના પિતૃ મકાનના માલિક ગુલ રહેમાનને સંપત્તિ માટે 3.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.