Entertainment/ રીલ લાઇફની આ સંસ્કારી વહુ રીયલ લાઇફમાં આ કારણે રહે છે ચર્ચામાં

સિરિયલમાં સંસ્કારી, આજ્ઞાકારી અને બધાને ખુશ રાખવાનો અભિનય કરતી દેવોલીના રીયલ લાઇફમાં અલગ છે. તે માત્ર અભિનયના કારણે જ નહીં પરંતુ પોતાના અફેરના કારણે પણ ચર્ચામાં રહે છે

Trending Entertainment
de રીલ લાઇફની આ સંસ્કારી વહુ રીયલ લાઇફમાં આ કારણે રહે છે ચર્ચામાં

સાથ નિભાના સાથિયા સિરિયલથી ઘર ઘરમાં ગોપી વહુ તરીકે જાણીતી બનેલી દેવોલીના અત્યારે બીગબોસમાં જોર-જોરથી બૂમો પાડતી જોવા મળે છે. સિરિયલમાં સંસ્કારી, આજ્ઞાકારી અને બધાને ખુશ રાખવાનો અભિનય કરતી દેવોલીના રીયલ લાઇફમાં અલગ છે. તે માત્ર અભિનયના કારણે જ નહીં પરંતુ પોતાના અફેરના કારણે પણ ચર્ચામાં રહે છે.

જ્વેલરી ડિઝાઇનર..

de1 રીલ લાઇફની આ સંસ્કારી વહુ રીયલ લાઇફમાં આ કારણે રહે છે ચર્ચામાં

દેવોલીનાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીનો અભ્યાસ દિલ્હીમાંથી કર્યો છે. તેને B.Com સાથે જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો છે. જો કે, તેને અભ્યાસની સાથે ભરતનાટ્યમ અને અભિનયનો પણ શોખ હતો. દેવોલિના ભટ્ટાચારીએ પોતાની કારકિર્દી જ્વેલરી ડિઝાઇનર તરીકે શરૂ કરી હતી. તેણીએ એક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. આ પછી દેવોલીનાએ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે ઘણા પ્રકારના નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન દેવોલીનાને ‘માયા’ નામના નાટક માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ટીવી કારકિર્દી

de2 રીલ લાઇફની આ સંસ્કારી વહુ રીયલ લાઇફમાં આ કારણે રહે છે ચર્ચામાં

દેવોલીનાની ટીવી કરિયરની વાત કરીએ તો 2010માં ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 2થી કરી હતી. ભરતનાટ્યમાં નિર્પુણ હોવાથી તેને કારકીર્દિ માટે આ રાહ પસંદ કરી હતી. આ પછી દેવોલીનાને વર્ષ 2011માં એનડીટીવી ઇમેજિન પર પ્રસારિત થનારી સિરિયલ ‘સાવરે સબકે સપને પ્રીતો’માં કામ કરવાની તક મળી. આ સિરિયલ પછી જ દેવોલીનાને સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારી પ્રખ્યાત સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં મુખ્ય અભિનેત્રી ગોપી બહુની ભૂમિકા ભજવવાની તક મળી. ગોપી બહુના પાત્રમાં દેવોલીનાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. દેવોલીનાએ 2012 થી 2017 સુધી સિરિયલ સાથ નિભાના સાથિયામાં કામ કર્યું હતું. આ પછી ‘લાલ ઈશ્ક’ અને ‘કુંડલી ભાગ્ય’ જેવી ટીવી સિરિયલોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. દેવોલીન ટીવીના લોકપ્રિય શો બિગ બોસની સીઝન 13, 14 અને 15માં જોવા મળી હતી.

લગ્ન…?

de3 રીલ લાઇફની આ સંસ્કારી વહુ રીયલ લાઇફમાં આ કારણે રહે છે ચર્ચામાં

ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે દેવોલીના ભટ્ટાચારજીનો પતિ કોણ છે, પરંતુ સત્ય એ છે કે દેવોલીનાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. દેવોલિનાનું નામ એક સમયે અભિનેતા ‘વિશાલ સિંહ’ સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ બંનેએ ક્યારેય આ સંબંધની પુષ્ટિ કરી નથી. જ્યાં સુધી દેવોલિના ભટ્ટાચારીના બોયફ્રેન્ડની વાત છે તો તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે કોઈને ડેટ કરી રહી છે.

દેવોલિના અને અફેર..

de4 રીલ લાઇફની આ સંસ્કારી વહુ રીયલ લાઇફમાં આ કારણે રહે છે ચર્ચામાં

દેવોલિના પોતાના કામ સિવાય તેના વિવાદોને કારણે પણ ચર્ચામાં રહી છે. દેવોલિનાના તેની કો-સ્ટાર નવલીન કૌર સાથેના ઝઘડાના સમાચાર મીડિયામાં આવ્યા છે. આ સિવાય દેવોલિનાના સમાચાર સિનિયર એક્ટ્રેસ વંદના વિઠ્ઠલાની સાથે પણ સામે આવ્યા હતા. જો કે, વોલિનાએ પાછળથી તેની સામેની તમામ ફરિયાદોનો અંત લાવ્યો. વર્ષ 2016માં દેવોલીનાએ એક્ટ્રેસ ઉત્કર્ષ નાઈક વિરુદ્ધ PETAમાં પોતાનો કૂતરો ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. દેવોલિનાનું નામ મુંબઈના એક મોટા બિઝનેસમેનના મર્ડર કેસમાં પણ જોડવામાં આવ્યું છે. આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં હતી. આ ઉપરાંત પણ દેવોલિનાનું નામ અનેક લોકો સાથે જોડાયેલુ છે. પરંતુ હકીકતથી લોકો હજુ પણ ઘણા દૂર છે.