Not Set/ કંગનાની ફિલ્મ ‘મણિકર્ણીકા’ માંથી વધુ એક એક્ટ્રેસ આઉટ થઇ,હવે જાણો મુવીનું ભાવિ

મુંબઈ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છવાયેલી છે. આમાં કંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મની રાહ જેટલી આતુરતાપૂર્વક દર્શકો જોઈ રહ્યા છે એટલી જ મુશીબતો આ ફિલ્મ માટે વધતી જાય છે. તાજેતરમાં જાણવા મળી રહ્યું છે કે આ મુવી માંથી એક એક્ટ્રેસ બહાર થઇ […]

Trending Entertainment
cmm કંગનાની ફિલ્મ 'મણિકર્ણીકા' માંથી વધુ એક એક્ટ્રેસ આઉટ થઇ,હવે જાણો મુવીનું ભાવિ

મુંબઈ

એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છવાયેલી છે. આમાં કંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મની રાહ જેટલી આતુરતાપૂર્વક દર્શકો જોઈ રહ્યા છે એટલી જ મુશીબતો આ ફિલ્મ માટે વધતી જાય છે. તાજેતરમાં જાણવા મળી રહ્યું છે કે આ મુવી માંથી એક એક્ટ્રેસ બહાર થઇ ગઈ છે.

Image result for manikarnika

કંગનાની સાથે સાથે ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ જોડાયેલા છે અને મૂવીનું શુટિંગ હજુ પણ થોડુક બાકી છે. પહેલા જાણવા મળ્યું હતું કે ફિલ્મમાં સોનું સુદ હતા જેઓ કોઈ કારણસર ફિલ્મથી બહાર થઇ ગયા છે. તેઓએ ફિલ્મમાં આશરે 45 દિવસનું શુટિંગ કર્યું પછી તેઓએ ફિલ્મ છોડી દીધી અને તેઓએ મોહમ્મદ જીશાન અય્યુબથી રિપ્લેસ કર્યા. સોનું સુદ પછી હવે આ ફિલ્મથી એક્ટ્રેસ સ્વાતિ સેમવાલની પણ બહાર થવાની ચર્ચા  કરવામાં આવી રહી છે.

Image result for manikarnika

એક ઈન્ટરવ્યુ દરમિયાન થયેલી વાતચીતમાં સ્વાતિએ કહ્યું કે ફિલ્મમાં તેમનો મહત્વનો રોલ હતો. પરંતુ હજુ સુધી તેમને ફિલ્મના શેડ્યુલના વિશે કંઇજ ખબર નથી. સ્વાતિએ જણાવ્યું કે તેને 1 ઓક્ટોમ્બરથી 10 ઓક્ટોમ્બરની ડેટ્સ માટે અપ્રોચ કરવામાં આવ્યા હતા. પરંતુ  હજુ સુધી મને પ્રોડ્યુસર કમલ જૈનને બદલાવ વિશે પોતે મને કંઇજ કહ્યું નથી. એટલા માટે મે હાલ કંઇજ નક્કી કર્યું નથી.

Image result for manikarnika Swati Samwal

સ્વાતિએ વધુમાં જણાવ્યું કે ફિલ્મમાં તેમનો નાનો પણ મહત્વનો રોલ હતો. સાથે સાથે આ ફિલ્મમાં કામ કરવા માટે તેમના પાસે ત્રણ કારણ હતા. જેમાં ડાયરેકર કૃષ, સોનું સુદ અને પ્રોડ્યુસર કલમ જૈનનો સમાવેશ થાય છે. સ્વાતિએ કહ્યું કે હવે તો આમાંથી બે કારણો તો  રહ્યા જ નથી એટલા માટે હું આ ફિલ્મને લીઈને કોઈજ નિર્ણય લઇ નથી શકતી.

Related image

આપને જણાવી દઈએ કે સ્વાતિ એક્ટ્રેસની સાથે સાથે રાઈટર અને ડાયરેકર પણ છે.તેઓએ ફિલ્મો અને ટીવી સીરીયમાં એક્ટિંગનું કામ કર્યું છે અને સાથે સ્વાતિએ શોર્ટ ફીલ્મ્સ પણ ડાયરેક્ટ કરી છે.