Not Set/ આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપત મુશ્કેલીમાં: જાણો ક્યારે થશે રિલીઝ

મુંબઈ, બોલીવૂડ એવી જગ્યા છે જ્યાં દર શુક્રવારે જીંદગી બદલાઈ શકે છે. આવુ જ કઈક લગાન, સ્વદેશ તથા જોધા અકબર જેવી હિટ ફિલ્મ બનાવી ચુકેલ ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકર સાથે થયું છે. આશુતોષની ઐતિહાસિક ફિલ્મ પાણીપત ફ્લોર પર જતા પહેલા જ મુશ્કેલીમાં ફસાઈ હોય એવું લાગે છે. આ ફિલ્મ માટે આશુતોષ ગોવારીકર સિનિયર અભિનેતા સંજય દત્ત, […]

Trending Entertainment
આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપત મુશ્કેલીમાં: જાણો ક્યારે થશે રિલીઝ

મુંબઈ,

બોલીવૂડ એવી જગ્યા છે જ્યાં દર શુક્રવારે જીંદગી બદલાઈ શકે છે. આવુ જ કઈક લગાન, સ્વદેશ તથા જોધા અકબર જેવી હિટ ફિલ્મ બનાવી ચુકેલ ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકર સાથે થયું છે. આશુતોષની ઐતિહાસિક ફિલ્મ પાણીપત ફ્લોર પર જતા પહેલા જ મુશ્કેલીમાં ફસાઈ હોય એવું લાગે છે. આ ફિલ્મ માટે આશુતોષ ગોવારીકર સિનિયર અભિનેતા સંજય દત્ત, અર્જુન કપુર અને કૃતિ સેનનને સાઈન કર્યા હતા અને કોસ્ચ્યુમ્સ વગેરેની તૈયારી આદરી દીધી હતી.અને થોડા સમય પહેલા ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું.આ ફિલ્મ દ્વારા કૃતિ સેનન અને અર્જુન કપૂર પહેલી વાર આશુતોષ ગોવારીકર સાથે કામ કરી રહ્યા છે.

panipat આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપત મુશ્કેલીમાં: જાણો ક્યારે થશે રિલીઝ

બોલીવુડની એક વણલખી પરંપરા છે કે જેની છેલ્લી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હોય તેને જલદી ફાયનાન્સ મળતું નથી હોતું. આશુતોષ ગોવિરાકરને પણ કંઈક આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ મોહેં જો દડો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી જેના કારણે આર્થિક મુશ્કેલી સહેવાનો વારો આવ્યો હતો. આ સંજાગોમાં તેનો કેમેરામેન કીરણ દેવહંસ પણ પોતાની ટીમ સાથે આ પ્રોજેક્ટ છોડી ગયો હતો એના સ્થાને એના જેવી ક્ષમતા ધરાવતો બીજા કેમેરામેન હાલ તુરંત મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી. જોકે, આશુતોષ ગોવારીકરે સાફ કર્યું હતું કે કિરણ દેવહંસને પાણીપતની સીનેમેટોગ્રાફી માટે કયારેય ગણવામાં જ નથી આવ્યા, પાણીપતની સીનેમેટોગ્રાફી સી.કે.મુરલીધરન કરશે.

આવી પરિસ્થિતિમાં અત્યારે તો એવુ લાગી રહ્યુ છે કે પાણીપત ફ્લોર પર જવા પહેલા જ પડતી મુકવાની ફરજ આશુતોષને પડે તો નવાઈ નહીં. એણે પોતાના કલાકારોને વિશ્વાસમાં લઈ લીધા હતા, પરંતુ કિરણ દેવહંસ પોતાની ટીમ સાથે પાછો ફરે તો કદાચ વાત બને ખરી.

5aa919a6648f8.image આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપત મુશ્કેલીમાં: જાણો ક્યારે થશે રિલીઝ

પાણીપત ફિલ્મ પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત છે  જે 1761માં મરાઠા સદાશિવરાવ ભાઉ અને અફઘાની અહમદ શાહ દુર્રાની વચ્ચે લડાઈ હતી.

ફિલ્મ આશુતોષ ગોવારીકરની પત્ની સુનીતા ગોવારીકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે અને ડિસેમ્બર 6,2019 ના રોજ રિલીઝ કરવામાં આવશે.