Not Set/ Marjaavaan Poster: સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે

મુંબઈ, સિદ્ધાર્થ મલ્હોત્રાને છેલ્લા કેટલાક સમયથી એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. કોમેડી હોય કે પછી સસ્પેન્સ થ્રિલર, તેની કોઈ પણ ફિલ્મ પ્રેક્ષકોને સિનેમાઘરોમાં ખેંચી શકે તેમ નથી. આવી સ્થિતિમાં સિદ્ધાર્થ અને રિતેશ દેશમુખની જોડી ફરી એકવાર સાથે આવીને તેમનો સુપરહિટ ફોર્મ્યુલા અપનાવવાનો પ્રયાસ કરી રહી છે. ફિલ્મ ‘એક વિલન’ પછી સિદ્ધાર્થ અને રિતેશની […]

Uncategorized Entertainment
aaaaamap 8 Marjaavaan Poster: સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે

મુંબઈ,

સિદ્ધાર્થ મલ્હોત્રાને છેલ્લા કેટલાક સમયથી એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. કોમેડી હોય કે પછી સસ્પેન્સ થ્રિલર, તેની કોઈ પણ ફિલ્મ પ્રેક્ષકોને સિનેમાઘરોમાં ખેંચી શકે તેમ નથી. આવી સ્થિતિમાં સિદ્ધાર્થ અને રિતેશ દેશમુખની જોડી ફરી એકવાર સાથે આવીને તેમનો સુપરહિટ ફોર્મ્યુલા અપનાવવાનો પ્રયાસ કરી રહી છે.

ફિલ્મ ‘એક વિલન’ પછી સિદ્ધાર્થ અને રિતેશની જોડી હવે ફરી એકવાર ફિલ્મ ‘મારજાવાં’ માં સાથે આવી રહી છે. ફિલ્મ ‘મારજાવાં’ ના ત્રણ નવા પોસ્ટ શુક્રવારે એક સાથે રીલિઝ કરવામાં આવ્યા છે. પોસ્ટમાં સિદ્ધાર્થ અને રિતેશના લુકની સાથે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ કહેવામાં આવી છે.

Instagram will load in the frontend.

એક પોસ્ટરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ખૂબ જ ઉગ્ર લૂકમાં જોવા મળી રહ્યો છે. તેના પોસ્ટસના સાથે એક કેપ્શન આપવામાં આવ્યું છે, ‘હું પ્રેમ માટે મરી જઈશ અને મારીશ પણ’. મિલાપ ઝવેરી આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે.

Instagram will load in the frontend.

ટીપી ત્યાં જ  રિતેશ દેશમુખ અન્ય એક પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે, જે આ ફિલ્મમાં ફરી નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રિતેશ ટૂંકા કદના વ્યક્તિના રૂપમાં જોવા મળશે અને પોસ્ટર પર લખ્યું છે કે, ‘કમીનેપનની હાઇટ ત્રણ ફૂટ’.

Instagram will load in the frontend.

દિગ્દર્શક મિલાપ ઝવેરીની આ ફિલ્મ પહેલા 2 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ. એક્ટ્રેસ તારા સુતરિયા અને રકુલ પ્રીત પણ તેમાં જોવા મળશે. આ ફિલ્મમાં વીએફએક્સનો ઉપયોગ રિતેશને વામન વ્યક્તિ બતાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.