Not Set/ લીપ લોક કિસ…અખિયાં મિલાકે ગર્લ પ્રિયા પ્રકાશ ફરી ટ્રોલ થઇ

મુંબઇ, ‘અંખિયા મારે…’ ના વાયરલ વીડિયોને કારણે રાતોરાત સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવેલી મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર ફરી ટ્રોલ થઈ છે. આ વખતે અંખિયા મારે….ને કારણે નહીં પણ કિસિંગ સીનને કારણે ચર્ચામાં છે. પ્રથમ ફિલ્મ રીલિઝ થતા અગાઉ જ રાતોરાત ફેમસ બનેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશનો તાજેતરમાં તેની ડેબ્યું ફિલ્મ ઓરુ અડાર લવના એક વીડિયો […]

Uncategorized
jn લીપ લોક કિસ...અખિયાં મિલાકે ગર્લ પ્રિયા પ્રકાશ ફરી ટ્રોલ થઇ

મુંબઇ,

‘અંખિયા મારે…’ ના વાયરલ વીડિયોને કારણે રાતોરાત સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવેલી મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર ફરી ટ્રોલ થઈ છે. આ વખતે અંખિયા મારે….ને કારણે નહીં પણ કિસિંગ સીનને કારણે ચર્ચામાં છે.

પ્રથમ ફિલ્મ રીલિઝ થતા અગાઉ જ રાતોરાત ફેમસ બનેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશનો તાજેતરમાં તેની ડેબ્યું ફિલ્મ ઓરુ અડાર લવના એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સીનમાં તે પોતાના કો-એક્ટરને કિસ કરતી નજરે પડે છે.

ફક્ત પોતાની આંખોના ઇશારાને કારણે રાતોરાત નેશનલ ક્રશ બનવાવાળી મલયામલ હિરોઇન પ્રિયા પ્રકાશનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ખાસ કરીને વેલેન્ટાઈન ડે અગાઉ જ રીલિઝ થયેલા આ કિસિંગ સીનને કારણે પ્રિયા ફરી એક વખત ચર્ચામાં આવી ગઇ છે.

https://youtu.be/Ma8ICkzcfFk?t=5

સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ ક્લિપમાં પ્રિયા પોતાના કો-એક્ટર રોશન અબ્દુલ રઉફ સાથે લીપ લોક કરતી નજરે પડે છે. પ્રિયા પ્રકાશની આ ડેબ્યૂ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થવા જઇ રહી છે. તેની આ ફિલ્મ રીલિઝ થતાં અગાઉ જ તેના આ કિસિંગ સીનને કારણે પ્રિયા પ્રકાશ ફરી એક વખત સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઇ ગઇ છે.

આ અગાઉ પ્રિયા પ્રકાશની ફિલ્મ શ્રીદેવી બંગલોનું ટ્રેલર રીલિઝ થયું હતું જેમાં તે એક એક્ટ્રેસની ભૂમિકામાં નજરે પડે છે. બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીનું જે રીતે મૃત્યુ થયું તે અનુસાર જ ફિલ્મમાં પ્રિયા પ્રકાશ પણ મૃત્યુ પામતી બતાવવામાં આવી છે. તે અંગે પણ પ્રિયાની ખૂબ આલોચન થઈ હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રેલરથી નારાજ થયેલા શ્રીદેવીના પતિ બોની કપૂરે પણ આ ફિલ્મ નિર્માતાને લીગલ નોટિસ મોકલી આપી હતી.