Not Set/ લગ્નમાં આવનાર મહેમાનોને આપશે આ ખાસ ભેટ પ્રિયંકા-નિક, ફોટો વાયરલ

મુંબઇ, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં નિક જોનસ સાથે લગ્ન કરશે. લગ્ન માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોનો સમાવેશ થશે. આ લગ્ન લગભગ 80 લોકોની હાજરીમાં થશે. પ્રિયંકા-નિક શાહી લગ્નમાં મહેમાનોને ખાસ ભેટ આપશે. મીડિયા અહેવાલો અનુસાર, કપલ મહેમાનોને ખાસ પર્સનલાઈઝ્ડ ચાંદીના સિક્કા આપશે. સિક્કાની એક બાજુ પર NP લખેલું હશે […]

Uncategorized
dds લગ્નમાં આવનાર મહેમાનોને આપશે આ ખાસ ભેટ પ્રિયંકા-નિક, ફોટો વાયરલ

મુંબઇ,

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં નિક જોનસ સાથે લગ્ન કરશે. લગ્ન માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોનો સમાવેશ થશે. આ લગ્ન લગભગ 80 લોકોની હાજરીમાં થશે. પ્રિયંકા-નિક શાહી લગ્નમાં મહેમાનોને ખાસ ભેટ આપશે.

Image result for priyanka chopra nick jonas wedding

મીડિયા અહેવાલો અનુસાર, કપલ મહેમાનોને ખાસ પર્સનલાઈઝ્ડ ચાંદીના સિક્કા આપશે. સિક્કાની એક બાજુ પર NP લખેલું હશે અને બીજી તરફ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતિ બનેલી હશે, મહેમાનોને જતા સમયે આ ખાસ હેન્ડક્રાફ્ટ ગીફ્ટ આપવામાં આવશે.

Instagram will load in the frontend.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે તેમના લગ્નની તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ મીડિયામાં તેમની ગ્રેન્ડ વેડિંગથી જોડાયેલી તમામ ન્યુ સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લગ્ન બે રિતી-રિવાજથી કરવામાં આવશે. 2 ડિસેમ્બરના રોજ હિન્દુ રિવાજથી લગ્ન કરવામાં આવશે  અને 3 ડીસેમ્બરના રોજ ક્રિશ્ચન વેડિંગ થશે.

નિકના પરિવારજનો ભારત આવાનો સિલસિલો ચાલુ છે. લગ્નની વિધિઓ 29 નવેમ્બરથી શરૂ થશે. અહેવાલો અનુસાર, ઉમ્મેદ ભવન આ 5 દિવસ માટે સંપૂર્ણ રીતે બુક થઇ ચુક્યો છે. એવા અહેવાલો છે કે પ્રિયંકા-નિક એક નાની પૂજાથી લગ્નની રસ્મો શરૂ કરશે. આ પુજા 28 નવેમ્બરના રોજ થશે.

Related image

લગ્ન પછી, બે રિસેપ્શન પાર્ટી રાખવામાં આવશે.પ્રથમ રિસેપ્શન પાર્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઇમાં થશે. બીજી રિસેપ્શન પાર્ટી દિલ્હીમાં થશે.