Not Set/ પ્રિયંકા-નિકના લગ્નની તૈયારીઓ શરૂ, પ્રિયંકાનું ઘર રોશનીથી ઝળહળ્યું

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નિક લગ્ન માટે ભારત આવી ચૂક્યો છે જ્યારે પ્રિયંકા પહેલાથી જ ભારતમાં તેની આગામી ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત હતી.પ્રિયંકાએ તેના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ કરી છે આ સ્ટાર કપલ 2 ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કરશે. તો 3 ડિસેમ્બરે ક્રિશ્ચન વેડિંગ યોજાશે. મેરેજના અઠવાડિયા પહેલાં પ્રિયંકાના ઘરને ડેકોરેટ કરાયું છે. સોશિયલ મીડિયા […]

Trending Entertainment Videos
f 1 પ્રિયંકા-નિકના લગ્નની તૈયારીઓ શરૂ, પ્રિયંકાનું ઘર રોશનીથી ઝળહળ્યું

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નિક લગ્ન માટે ભારત આવી ચૂક્યો છે જ્યારે પ્રિયંકા પહેલાથી જ ભારતમાં તેની આગામી ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત હતી.પ્રિયંકાએ તેના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ કરી છે આ સ્ટાર કપલ 2 ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કરશે. તો 3 ડિસેમ્બરે ક્રિશ્ચન વેડિંગ યોજાશે.

મેરેજના અઠવાડિયા પહેલાં પ્રિયંકાના ઘરને ડેકોરેટ કરાયું છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાના ઘરના વીડીયો સામે આવ્યા છે.પ્રિયંકાના ઘરની દુલ્હનની જેમ સજાવાયું છે.ઘરની બહાર રોશની કરવામાં આવી છે.સાંજ ઢળ્યા પછી રોશનીથી ઝળહળતા પ્રિયંકાના ઘરનો નજારો જોવા માટે લોકો રસ્તા પર ઉબા રહી જાય છે.

Instagram will load in the frontend.

જણાવી દઈએ કે પ્રિયંકાના લગ્નના ફંક્શન 30 નવેમ્બરથી શરૂ થઈ જશે.હિંદુ રીત-રિવાજથી થનારા લગ્ન માટે આઉટફિટ અબુ જાની અને સંદીપ ખોસલા ડિઝાઈન કરશે, જ્યારે ક્રિશ્ચન વેડિંગ માટે પ્રિયંકા રાલ્ફ લોરેનના આઉટફિટમાં જોવા મળશે.

જોધપુરમાં ઉમેદ પેલેસમાં યોજાનારા લગ્નમાં પ્રિયંકા-નિક હેલિકોપ્ટરથી ઉમ્મેદ ભવનમાં દાખલ થશે. આ સિવાય લગ્નમાં આમંત્રિત મહેમાનો પણ હેલિકોપ્ટરમાં પહોંચશે.