સોશિયલ મીડિયા ખોલો તો તમને ઘણા અજીબ-ગજબ વીડિયો જોવા મળશે. ઘણા એવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જે જોઇને આપણે પણ આશ્ચર્યચકિત થઇ જઇએ છીએ. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેનો તમને આનંદ આવશે અને તમે આશ્ચર્યચકિત પણ થઈ જશો.
આ વીડિયોને આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ લોકો કરી રહ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ 9 બાળકો સાથે સાયકલ પર બેઠો જોવા મળે છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઇ જાય છે. આ વીડિયોને શેર કરતી વખતે આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ તેની સાથે ફની કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું, ‘સૌથી મહત્વની વાત એ છે કે, મોટર વાહન અધિનિયમ હેઠળ ચાલન કાપવામાં આવશે નહીં.’ તમે જુઓ કે આ વ્યક્તિ સાઇકલ પર બેઠેલા 9 બાળકોને કેવી રીતે લઈને જઇ રહ્યો છે.
બાળકો સાયકલ પર બેસીને ખૂબ ખુશ દેખાઇ રહ્યા છે. તમે જુઓકે તેઓ કેટલા આરામદાયક રીતે સાયકલ પર બેઠા છે. લોકો આ વ્યક્તિની પ્રશંસા પણ કરી રહ્યા છે, તેણે સાયકલ પર આટલા બધા બાળકોને કેવી રીતે સંતુલિત કર્યાં છે અને તે સાયકલ પણ કેટલો આરામદાયક રીતે ચલાવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આ વીડિયો અત્યાર સુધી 34 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકો તેના પર ઘણી મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક યૂઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘બેટી બચાવો, નહીં તો બેટી પડી જશે.’ બીજાએ લખ્યું છે, ‘સર, સાંભળ્યુ હતુ કે એકતામાં તાકાત હોય છે, પણ અહીં એકતામાં સંતુલન છે.’
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…