Not Set/ જોધપુરમાં લગ્ન કરી શકે છે પ્રિયંકા-નિક, તૈયારીઓ શરુ…

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેમના મંગેતર નિક જોનસ ઘણા સમયથી તેમના લગ્નને લઈને ચર્ચાનો વિષય બનેલા છે. સગાઇ પછી ચાહકો તેમના લગ્નને લઈને ઘણા ઉત્સુક જોવા મળી રહ્યા છે. લગ્નની તૈયારીઓમાં હાલ આ કપલ વ્યસ્ત છે અને તાજેતરમાં પ્રિયંકા અને નિક પ્રાઇવેટ જેટથી બંને જોધપુર પહોંચ્યા હતા. જોધપુર આ કપલને એક જ્વેલરી શોપમાં […]

Uncategorized
yyhn જોધપુરમાં લગ્ન કરી શકે છે પ્રિયંકા-નિક, તૈયારીઓ શરુ...

મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેમના મંગેતર નિક જોનસ ઘણા સમયથી તેમના લગ્નને લઈને ચર્ચાનો વિષય બનેલા છે. સગાઇ પછી ચાહકો તેમના લગ્નને લઈને ઘણા ઉત્સુક જોવા મળી રહ્યા છે. લગ્નની તૈયારીઓમાં હાલ આ કપલ વ્યસ્ત છે અને તાજેતરમાં પ્રિયંકા અને નિક પ્રાઇવેટ જેટથી બંને જોધપુર પહોંચ્યા હતા. જોધપુર આ કપલને એક જ્વેલરી શોપમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા.

Image result for priyanka chopra nick jonas Jodhpur

ત્યાર પછી પ્રિયંકા નિકના સાથે ઉમ્મેદ ભવન પેલેસ અને મેહરાનગઢ ફોર્ટમાં સફર કરતા જોવા મળ્યા હતા. મળતી માહિતીનું માનવામાં આવે તો બંનેએ મેહરાનગઢ ફોર્ટ અને ઉમ્મેદ ભવનના લોકેશનને જોયું અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિક આવા જ લોકેશન ફાઇનલ્સ કરવાની તૈયારી કરી રહ્યા છે. જણાવી દઈએ કે થોડા સમય માટે તેઓ અહીં રહયા અને એક જ  દિવસમાં બંને મુંબઈ પરત ફર્યા હતા.

Image result for priyanka chopra nick jonas Jodhpur

આપને જાણવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસની લવ સ્ટોરી હાલ ચર્ચા છવાયેલી છે. પ્રિયંકાઈએ તેમનાથી 10 વર્ષ નાના નિક જોનસને ઘણા મહિનાઓ સુધી ડેટ કરીને આ વર્ષના ઓગસ્ટ મહિનામાં તેમના સાથે સગાઇ કરી લીધી છે.

Image result for priyanka chopra nick jonas Jodhpur

Related image