Not Set/ પ્રોડ્યુસરે જણાવ્યું, પીએમ મોદીના રોલ માટે વિવેક ઓબેરોયને કેમ પસંદ કરવામાં આવ્યો…

મુંબઇ, સોમવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પ્રથમ પોસ્ટરને રિલીઝ કરવામાં આવ્યું હતું. આ મૂવીનું પોસ્ટર રિલીઝ થયા બાદથી જ ફિલ્મ વિશે ચર્ચા થઈ રહી છે.ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય પીએમ મોદીના રૂપમાં જોઈ શકાય છે. એક ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં, ફિલ્મ દિગ્દર્શક ઉમંગ કુમાર અને નિર્માતા સંદીપ સિંહએ આ ફિલ્મ વિશે ઘણી રસપ્રદ […]

Uncategorized
nww પ્રોડ્યુસરે જણાવ્યું, પીએમ મોદીના રોલ માટે વિવેક ઓબેરોયને કેમ પસંદ કરવામાં આવ્યો...

મુંબઇ,

સોમવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પ્રથમ પોસ્ટરને રિલીઝ કરવામાં આવ્યું હતું. આ મૂવીનું પોસ્ટર રિલીઝ થયા બાદથી જ ફિલ્મ વિશે ચર્ચા થઈ રહી છે.ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય પીએમ મોદીના રૂપમાં જોઈ શકાય છે. એક ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં, ફિલ્મ દિગ્દર્શક ઉમંગ કુમાર અને નિર્માતા સંદીપ સિંહએ આ ફિલ્મ વિશે ઘણી રસપ્રદ વાતો કહી છે.

સંદીપ સિંહે ખુલાસો કર્યો કે તેમણે આ ભૂમિકા માટે વિવેક ઓબેરોયને શા માટે પસંદ કર્યો. તેમણે ફિલ્મ વિશે કહ્યું કે ફિલ્મ બનાવવાના નિર્ણય થયા પછી, તેમાં લોકો અને કોન્ટેક્ટને જોડવામાં ત્રણ વર્ષ લાગ્યા. તેમણે કહ્યું કે જ્યારે વિવેક ઓબેરોયનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તરત જ તેને હા પડી દીધી. સંદીપે કહ્યું, ‘હું તેના જેવા અભિનેતાને ઈચ્છતો હતો.

એવું પૂછવામાં પર શું વિવેકને કાસ્ટ કરવા માટે કોઈ ખાસ કારણ છે, સંદીપે કહ્યું, ‘મને લાગે છે કે તે એક સમર્પિત અભિનેતા છે.’ તેઓને જુસ્સો છે. હું એક અભિનેતાને જોઈતો હતો જેના પાસે અનુભવ હોય. તેઓ 18 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છે. તેઓ એક સારા અભિનેતા છે. સિંહે કહ્યું, “મને એક એવો અભિનેતા જોઈતો હતો જે મને બે વર્ષ આપી શકે. કયો અભિનેતા 7 કલાક સુધી બેસે અને પોસ્ટર માટે 15 લૂક ટેસ્ટ આપે? ‘

સંદીપે વધુમાં કહ્યું કે, “મને નથી લાગતું કે આજ ના સમયમાં દરેક વ્યક્તિને પૈસા જોઈતા હોય છે, પરંતુ વિવેકે ફિલ્મને ઘણું બધું આપ્યું છે. આ એક મોટી વાત છે કોઈ એક મૂવીને 800 દિવસ આપે. જો કે, નિર્માતાઓએ પોસ્ટર સિવાયની ફિલ્મ હાલ બીજી કોઈ માહિતી શેર કરી નથી.