મુંબઇ,
2018 ની અંતિમ ફિલ્મ ‘સિમ્બા’ પણ રિલીઝ થઈ ગઈ છે. રણવીર સિંહ આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ છે જેની આ જ વર્ષે રિલીઝ થઈ હતી ‘પદ્માવત’ 300 કરોડ ક્લબમાં સામાવેશ થઇ. રણવીર હવે મોટો સ્ટાર બની ગયા છે અને પોતાના દમ પર સિનેમાઘરોમાં ભીડ જમાવી દે છે.
રણવીર સિંહ ઉપરાંતન રોહિત શેટ્ટી પણ સિમ્બા સાથે જોડાયેલું મોટું નામ છે. સતત હીટ ફિલ્મો આપવાના કારણે તેઓ રોહિત શેટ્ટીથી રો-હીટ શેટ્ટી બની ચુક્યા છે. દર્શકોની નબ્સની રોહિટ સારી ઓળખ છે અને દર્શકો પણ રોહિતનું નામ હોવાથી તેઓ મનોરંજનની અપેક્ષા વધુ રાખે છે.

સિમ્બાનું ટ્રેલરને ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મના બંને સ્ટાર્સ રણવીર અને સારા અલી ખાન લોકપ્રિય છે. રોહિત શેટ્ટી પણ મોટું નામ છે. આ બધા પૂરતા કારણો છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ લે છે.
https://twitter.com/kamaalrkhan/status/1078471958889676800
સિમ્બાએ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. મલ્ટીપ્લેક્સ સાથે સાથે સિંગલ સ્ક્રીનમાં પણ શરુઆત ધાંસુ છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ફિલ્મની ઓપનિંગ સારી છે.
પ્રથમ દિવસના આંકડાઓની વાત કરવામાં આવે તો, વહેલી સવારની શરૂઆતમાં લગભગ 20 કરોડ લાગે છે. જો સાંજ અને રાતના શોમાં દર્શકોની સંખ્યામાં વધારો થાય તો કલેક્શન હજુ પણ વધારે થઈ શકે છે.

